જામનગર ના ધારાસભ્ય હકુભા જાડેજાના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત

જામનગરમાં પધારેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ધારાસભ્ય હકુભા જાડેજા તથા તેમના પરિવાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, આહિર સમાજના અગ્રણી મારખીભાઈ વસરા વિગેરેએ ઉપસ્થિત રહી સી.આર. પાટીલનું સ્વાગત સન્માન કર્યું હતું.