જામનગર : જોડીયા પંથકમાં ટ્રકની કેબીન પર તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો લાગતા યુવકનું મોત

જામનગર : જોડીયા પંથકમાં ટ્રકની કેબીન પર તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો લાગતા યુવકનું મોત
Spread the love

જામનગર જિલ્લાના જોડીયા ગામમાં સીમ વિસ્તારમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના ક્લીનર ખંભાળિયા પંથકના એક યુવાનનું ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઇનમાંથી એકાએક વીજઆંચકો લાગતાં કરૂણ મૃત્યુ નિપજયુ છે. જે મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામનો વતની અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતો અજય અરશીભાઈ ચાવડા નામનો ૨૧ વર્ષનો યુવાન ગઈકાલે ટ્રકમાં બેસીને જોડિયા પંથકમાં આવ્યો હતો, અને જોડીયા ની સીમ વિસ્તારમાં ટ્રકની કેબીન ઉપર ચડીને તાડપત્રી પાથરી રહ્યો હતો.

જે દરમિયાન કેબીન ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં તેનું માથું અડી જતાં અકસ્માતે હેવી વિજ લાઇન માંથી તેને વીજઆંચકો લાગ્યો હતો, અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે ટ્રકના ડ્રાઇવર ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ ના નરેન્દ્રભાઈ હરજીભાઈ નકુમે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Picsart_22-01-03_16-49-25-480.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!