ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઇવે પર ટ્રકે પલટી મારી

ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઇવે પર ટ્રકે પલટી મારી
Spread the love

ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઇવે પર ટ્રકે પલટી મારી.

બોડેલી તરફથી ઝઘડિયા તરફ આવતી ટ્રક ના ચાલકે ડિવાઈડર કુદાવીને રોંગ સાઇડ પર ટ્રક પલટી મરાવી.

ઝઘડિયા તાલુકામાંથી વહન થતાં ખનીજ તેમજ બોડેલી તરફથી આવતા રેતી ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આડેધડ અને બેફિકરાઈથી વાહન ચલાવતા હોય અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત મોડીરાત્રે ઝઘડિયા તાલુકાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચે બોડેલી તરફથી રેતી ભરી ઝઘડિયા તરફ આવતી એક ટ્રક રોંગ સાઇડ પર પલટી મારી ગઇ હતી. ટ્રકના ચાલકે ડિવાઈડર પર ગાડી ચડાવી દેતા રોંગ સાઈડ પર ટ્રક પલટી મારી ગઇ હતી, જેના કારણે ઝઘડીયા થી રાજપારડી જતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ના ટ્રાફિક પર અસર જોવા મળી હતી. રેતીની ટ્રકે પલ્ટી મારી જતા બન્ને તરફના રોડ પર રેતી વેરણ છેરણ થઇ હતી અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. પલટી મારી ગયેલ ટ્રકના ચાલકને કોઈ મોટી જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ડીવાઈડર પરથી ટ્રક ચઢી જતા અને પલ્ટી મારી જતા ટ્રકના બંનેના આગળના વ્હીલ છૂટા પડી ગયા હતા, જેથી ટ્રકને મોટું નુકસાન થયાનુ જણાઈ રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધી અકસ્માત બાબતે કોઈ ફરિયાદ હજી નોંધાઈ નથી.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!