જાન્યુઆરી માસનો વાહન ફિટનેસ રીન્યુ કેમ્પ અલગ – અલગ ૩ તારીખોએ યોજાશે

જાન્યુઆરી માસનો વાહન ફિટનેસ રીન્યુ કેમ્પ અલગ – અલગ ૩ તારીખોએ યોજાશે
Spread the love

જાન્યુઆરી માસનો વાહન ફિટનેસ રીન્યુ કેમ્પ અલગ – અલગ ૩ તારીખોએ યોજાશે

ભુજ: કચ્છ જિલ્લાના મોટર અને વાહનમાલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે જાન્યુઆરી-૨૦૨૨ માસનો વાહનોનું ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો આ મુજબના સ્થળો અને તારીખે યોજાશે. તારીખ ૫મી જાન્યુઆરીના રોજ મુન્દ્રા તેમજ ભચાઉ ખાતે, તા. ૧૨મી જાન્યુઆરીના માંડવી અને રાપર ખાતે, તા. ૧૯મી જાન્યુઆરીના નખત્રાણા ખાતે રોજ ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરી અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચ્છ-ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

હેમલતા પારેખ/અનિષ સુમરા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!