રાજકોટ માં ૧ થી ૨૬ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન “ફ્રીડમ ૨ વોક” અને “ફ્રીડમ ૨ સાયકલ” ચેલેન્જનું આયોજન

રાજકોટ માં ૧ થી ૨૬ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન “ફ્રીડમ ૨ વોક” અને “ફ્રીડમ ૨ સાયકલ” ચેલેન્જનું આયોજન
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ૧ થી ૨૬ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન “ફ્રીડમ ૨ વોક” અને “ફ્રીડમ ૨ સાયકલ” ચેલેન્જનું આયોજન

રાજકોટમાં  કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે તા.૧-૧-૨૦૨૨ થી તા.૨૬-૧-૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન “ફ્રીડમ ૨ વોક” અને “ફ્રીડમ ૨ સાયકલ” ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત સમગ્ર દેશના ૭૫થી વધુ સ્માર્ટ સિટી ભાગ લઇ રહ્યા છે. તેમ માન. મેયરશ્રી ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું અને આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની પણ માહિતી આપી હતી. આ ચેલેન્જના ભાગરૂપે નિર્ધારિત સમયગાળામાં જે પણ શહેરમાંથી સૌથી વધુ નાગરિકો આ ચેલેન્જમાં ભાગ લેશે તે શહેરને કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ચેલેન્જના ભાગરૂપે નાગરિકો નીચે જણાવેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તા.૧-૧-૨૦૨૨ થી તા.૨૬-૧-૨૦૨૨ સુધી વોકિંગ અથવા સાયકલિંગ કરીને પોતાનું યોગદાન આપવાનું રહેશે. આ ચેલેન્જમાં જે શહેરના સૌથી વધુ નાગરિકો ભાગ લેશે અને ભાગ લેનાર નાગરિકો દ્વારા સાયકલિંગ કે વોકિંગમાં સૌથી વધુ ડિસ્ટન્સ રેકોર્ડ કરવામાં આવશે તે શહેરને સન્માનિત કરવામાં આવશે. વોકિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક https://www.allforsport.in/challenges/challenge/50e21374-5f2a-11ec-9eaf-8b4ae20ce2d7 સાયકલિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક https://www.allforsport.in/challenges/challenge/59ed606c-5f2b-11ec-a227-0ba2cd7c9d96 આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા. સ્ટેપ A: ઉપર જણાવેલ સાયકલિંગ ચેલેન્જ અથવા વોકિંગ ચેલેન્જની લિંક પર ક્લીક કરીને પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું. સ્ટેપ B: રજીસ્ટર કરતા જ “ફ્રીડમ ૨ સાયકલ કેમ્પેઇન રાજકોટ” અથવા “ફ્રીડમ ૨ વૉક કેમ્પેઇન રાજકોટ” નું પેજ ખુલશે. તે પેજ ઉપર શહેરના કેમ્પેઇનમાં “જોઈન ચેલેન્જ” પર ક્લીક કરીને જોડાવું. સ્ટેપ C: ચેલેન્જમાં જોડાયા બાદ, strava અથવા google fit જેવી, એપ્લિકેશન થકી ડિવાઇસને કનેક્ટ કરવું. સ્ટેપ D: રોજની સાયકલિંગ અથવા વૉકિંગને લગત એકટીવીટીને strava અથવા google fit જેવી, એપ્લિકેશન પર રેકોર્ડ કરવી. (૧ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી સુધી),

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!