રાજકોટ માં રાજકીય આગેવાનની ૩ કારમાં તોડફોડ, સમગ્ર ધટના CCTV માં કેદ

રાજકોટ માં રામનાથપરા હાથીખાનામાં રાજકીય આગેવાનની ૩ કારમાં તોડફોડ, સમગ્ર ધટના CCTV માં કેદ.
રાજકોટ ના રામનાથપરા હાથીખાના પાસેના રામમઢી નજીક ૩ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મામલે આજે અહીં રામમઢીમાં રહેતા હેમલભાઈ ભરતભાઈ કાનગડ દ્વારા આજરોજ એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. હેમલભાઈ કાનગડના જણાવ્યા મુજબ, સોમવારે વહેલી સવારના ૩:૫૧ કલાક આસપાસ એકટીવામાં આવેલા ૩ શખ્સોએ અહીં ઘર પાસે પાર્ક કરેલી ૩ કારમાં તોડફોડ કરી હતી. દરમિયાન અહીં પાડોશમાં રહેતા પ્રવીણભાઈને અવાજ આવતા તેઓ ઘરની બહાર નીકળી જોવા જતા આ ત્રણેય શખ્સો એકટીવા લઇ નાસી ગયા હતા. બાદમાં અરજદારના પિતા ભરતભાઈ કાનગડના પાલતુ શ્વાન ભસવા લાગતા તેઓ જાગી ગયા હતા અને બહાર જતા કારમાં તોડફોડ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. હેમલભાઈ વધુમાં જણાવ્યું હતું કે, એક્ટિવામાં સવારે ત્રણેય શખ્સો પેલેસ રોડ પર સંતોષ ડેરી પાસેથી જયરાજ પ્લોટ થઈ અહીં આવ્યા હતા અને કારમાં તોડફોડ કરી રામનાથપરા તરફ નાસી ગયા હતા. તોડફોડ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગૌતમભાઈ કાનગડની ઈનોવા કાર નંબર GJ-3-JR 5077 અમેઝ અને પાડોશમાં રહેતા નિલેશભાઈ સોની માઇક્રા કારમાં તોડફોડ કરી હતી. આ ત્રિપુટીએ પથ્થરોના ઘા મારી કારના કાચ ફોડવા ઉપરાંત ડિસમિસ વડે કારમાં નુકસાન પણ કર્યું હતું. ત્રિપુટી પૈકી એકે માસ્ક પહેર્યુ હતું. જ્યારે પાછળ બેઠેલા અન્ય ૨ શખ્સોએ માસ્ક પહેર્યા ન હતા. એ.ડિવિઝન પોલીસમાં જાણ કર્યા બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે કારમાં તોડફોડ કરનાર આ ત્રિપુટીને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.