રાજકોટ માં આર્થિક ભીંસથી કંટાળી કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ શહેર સોરઠીયાવાડીમાં આર્થિક ભીંસથી કંટાળી કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કર્યો.
રાજકોટ ના ગણેશનગરમાં રહેતા કેતનભાઈ કેશુભાઈ બોદર જાતે.પટેલ ઉ.૩૦ નામના યુવાને સાંજે સોરઠીયાવાડી શેરીનં-૧૧માં આવેલા હિના ટાઇમ્સ નામના કારખાનામાં પહોંચી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. કેતનભાઈ એક બહેનના એકના એક ભાઈ અને ઘરના આધારસ્તંભ હતા. તેઓ ઘરે ન આવતા પરિવારે કારખાનામાં જઇ તપાસ કરતા કેતનભાઈ ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યા હતા. કેતનભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓના ૪ વર્ષ પહેલાં છુટાછેડા થયા હતા. કેતનભાઈએ આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.