મોરબીની વધુ એક શાળામાં કોરોના પ્રવેશ, જિલ્લામાં આજે નવા કેસ 24
મોરબીમાં 22 કેસ નોંધાયા,ટંકારા, અને હળવદમાં કોરોનાના એક-એક કેસ
નાલંદા વિધાલયમાં -4, નવયુગ વિધાલયમાં -1, અને વિનય ઈન્ટરનેશનલ સ્કુલમાં 1 સહિત 6 વિધાર્થીઓનો રીપોર્ટ પોઝિટિવ
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઊંધામાથે થઈ ગયું છે. વધુમાં આજના કેસમાં છ વિદ્યાથીઓ પણ પોઝિટિવ આવેલ છે.
મોરબી જિલ્લામાં આજે 1285 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 24 કેસ સામે આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 10, મોરબી શહેરમાં 12 અને ટંકારા અને હળવદ ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયા છે. આજે જાહેર થયેલા 24 કેસ પૈકી 1 કેસ મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ વિનય ઈન્ટરનેશનલ સ્કુલનો છે. તો 4 નાલંદા વિધાલય અને એક નવયુગ વિધાલયનો વિધાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.આજની સ્થિતિએ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 63 થઈ છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી