અમરેલીની અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેનનો સન્માન સમારોહ યોજાયો

અમરેલીની અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેનનો સન્માન સમારોહ યોજાયો
Spread the love

અમરેલીની અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેનનો સન્માન સમારોહ યોજાયો

અમરેલીની અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેનનો સન્માન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ વાંચન, લેખન અને ફિલ્મી ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જીલ્લા અંધજન પ્રગતી મંડળ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રગતી ટ્રસ્ટ દ્વારા અંધશાળા ખાતે પદ્મશ્રી મુકતાબહેન ડગલીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે બ્રેઇલ વાંચન, લેખન અને ફિલ્મ ગીતોની સ્પર્ધા પણ યોજાઈ હતી. અમરેલી જીલ્લા અંધજન પ્રગતી મંડળ દ્વારા મહાત્મા લુઈ બ્રેઇલની ૨૧૩મી જન્મ જયંતિ નિમિત્તે પદ્મશ્રી મુકતાબહેન ડગલીનો સન્માન સમારોહ પીજીવીસીએલનાં સહયોગથી મળેલ ગાડીનું લોકાર્પણ તથા વિવિધ દાતાઓનો સત્કાર સમારંભ અંધાશાળા ખાતે પીજીવીસીએલનાં મેનેજીંગ ડીરેક્ટર વરુણ બરનવાલા, નુપુર બરનવાલા, જસ્મીન ગાંધી, હાર્દિકભાઈ ચૌહાણ, પરેશભાઈ પરીખ, વી.એ.સૈયદ, બીસી.જાડેજા અને મહેશભાઈ કડછા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દીલીપભાઈ પરીખ સહીત ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

IMG_20220104_201039.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!