વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન

વડીયા કુકાવાવ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન
કોરોના મા મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રૂપિયા ૪ લાખ ચૂકવો
આજરોજ વડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા વડીયા મામલતદાર ને તાલુકા ભરના આગેવાનો દ્વારા આવેદન આપી માગણી કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોના ને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને દવા હોસ્પિટલ એમ્બ્યુલન્સ વગેરે ના કદાવર ખર્ચ કર્યા છે તેવા સમયે સુપ્રીમ કોર્ટ પણ આદેશ કરી રૂપિયા ૪ લાખ ચૂકવવા એવું કહ્યું છે છતાં સરકાર જાત જાત ના પુરાવા માંગી 50000 ચૂકવે છે તેની સામે વિરોધ કરી તાત્કાલિક રૂપિયા ૪ લાખ મૂકવામાં આવે તેવી જોરદાર માગણી કરેલ છે આવેદન આપવા માટે તાલુકાભરમાંથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રવજીભાઈ પાનસુરીયા જિલ્લાના માજી ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દિલીપભાઈ શિગાળા માઈનોરીટી સેલ ના પ્રમુખશ્રી જુનેદ ડોડીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી મનસુખભાઈ ગોંડલીયા બક્ષીપંચ સેલ ઉપ પ્રમુખ શ્રી નીખિલભાઈ ચુડાસમા શ્રી અજીતભાઇ વાળા નાજાપુર તાલુકા પંચાયત સદસ્ય શ્રી હકાભાઇ ભરવાડ જિલ્લા પંચાયતમાં ના માજી સદસ્ય શ્રી રવજીભાઈ પાઘડાળ દલિત સમાજના અગ્રણી શ્રી બાલાભાઈ મકવાણા ઈમરાનભાઈ સુમરા રાજ પ્રપ્તાણી મહેતભાઈ હનુમાન ખીજડીયા સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા