સેના નિવૃત થયેલ અલ્પેશભાઈના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી તેમની દેશ સેવાને બિરદાવતા કૃષિમંત્રી

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મોટા થાવરીયા ગામે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ શ્રી અલ્પેશભાઈ ચોવટીયાના નિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને અલ્પેશભાઈએ કરેલી 17 વર્ષની દેશ સેવાની ફરજને બિરદાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અલ્પેશભાઈ 17 વર્ષની સૈનિક તરીકે ફરજ પૂર્ણ કરી નિવૃત્ત થયા છે જે ખૂબ ગૌરવની વાત છે. લશ્કરની ફરજ ખૂબ જ જોખમી તેમજ અનેક પડકારોથી ભરેલી છે. આ ફરજમાં ગમે તે ક્ષણે મોતનો સામનો પણ કરવો પડી શકે છે.પાકિસ્તાન અને ચીન જેવા આપણા દુશ્મનો છે ત્યારે આવા સંજોગોમાં પણ લશ્કરમાં જોડાઈ તમામ જવાબદારીઓ અને ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવી એ ખૂબ ગર્વની બાબત છે.