વલસાડના ખોરાક અને ઓષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂનાઓની ચકાસણી કરાઇ

વલસાડના ખોરાક અને ઓષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂનાઓની ચકાસણી કરાઇ
Spread the love

વલસાડના ખોરાક અને ઓષધ નિયમનતંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂનાઓની ચકાસણી કરાઇ

બે માસ દરમિયાન કરાયેલા ૯૧ નમૂનાઓના લેબ ટેસ્‍ટિંગમાં ૭૭ પાસ અને ૧૪ નમૂના નાપાસ જાહેર થયા

નમૂનાઓ નાપાસ થતાં સંબંધિત વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ હેઠળ કાર્યવાહી

ખેરગામ : વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ખાદ્ય નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાંથી નવેમ્‍બર અને ડિસેમ્‍બર, ૨૦૨૧ એમ બે માસ દરમિયાન ૯૨ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ચકાસણી માટે એકત્ર કરવામાં આવ્‍યા હતા. આ નમૂનાઓ પૈકી ૯૧ નમૂનાઓના લેબ ટેસ્‍ટિંગમાં ૭૭ નમૂનાઓ પાસ અને ૧૪ નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા. જે નમૂનાઓ નાપાસ જાહેર થયા હતા તે વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી કરી ૪૬ (૪)ની નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત ડિસેમ્‍બર માસમાં બે વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્‍યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ડેઝિગ્નેટેડ ઓફીસર દ્વારા જણાવાયું છે.
નાપાસ થયેલા નમૂનાઓમાં નેનારામ ગોબરાજી માલી, નીતલ પતંજલિ સુપર સ્‍ટોર, ઘર નં.૧૩૮૭, પનેર ફળિયા, અંબાચ, તા.પારડી પાસેથી લીધેલા સ્‍વાગત પ્‍યોર ગાયનું ઘીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ, નારાયણલાલ સુખલાલ કુમાવત, ભેરુનાથ કરિયાણા સ્‍ટોર્સ, દાદરી ફળિયા, કાકડકુવા, તા.ધરમપુર પાસેથી લીધેલો લક્ષ્મી માતાજી પીનટ બટર ચીકીનો નમૂનો મીસબ્રાન્‍ડેડ ફૂડ, મંગીલાલ દેવરાજ ચૌધરી, હરીઓમ સ્‍વીટ એન્‍ડ ફરસાણ, સરદાર બજાર, આહવા-ડાંગ પાસેથી લીધેલો ખજૂર પાક સ્‍વીટનો નમૂનો અનસેફ ફૂડ, વિજયભાઇ રાજેશભાઇ અંબાલીયા, વૃંદાવન ડેરી, બેંક ઓફ બરોડાની સામે, ચાર રસ્‍તા, પારડી પાસેથી લીધેલા ભેંસનું દૂધ અને પનીરના નમૂનાઓ સબ સ્‍ટાન્‍ડર્ડ, હેતલબેન ગોવિંદભાઇ આહિર, ક્રિષ્‍ના ડેરી, દુકાન નં.૩, બસ સ્‍ટેશન રોડ, મીનારા મસ્‍જિદ સામે, ધરમપુર પાસેથી લીધેલા ભેંસના દૂધનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ, સલમાન નસરુલ્લાખાન પઠાન, દેવા ફુડ સપ્‍લાયર, શોપ નં.-૧, પ્‍લોટ નં. આર.સીએમ./૨૬, મોરારજી સર્કલ, ધનલક્ષ્મી પ્‍લાઝા, જીઆઇડીસી, વાપી પાસેથી લીધેલા મધર ડેરી ટોન્‍ડ મીલ્‍ક પેસ્‍ટેરાઇઝડ હોમોજીનાઇઝડ ટોન્‍ડ મીલ્‍, ફોર્ટીફાઇડ વીથ વીટામીન એ અને ડીના પ૦૦ મીલી પેકનો નમૂનો મીસબ્રાન્‍ડેડ ફૂડ, કરસનભાઇ ધરનાતભાઇ છુચર, આનંદ ડેરી ફાર્મ, યાદવ શોપિંગ સેન્‍ટર, પારડી ચાર રસ્‍તા પાસેથી લીધેલા મીક્ષ મીલ્‍ક તેમજ ભેંસના દૂધના નમૂનાઓ સબ સ્‍ટાન્‍ડર્ડ, રજમલ ભેરુલાલ કુમાવત, મારુતિનંદન કિરાણા સ્‍ટોર્સ, પટેલ ફળિયા, ભેંસધરા, તા.ધરમપુર પાસેથી લીધોલો ચટપટ ટોમેટો ક્રેઝીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ અને મીસબ્રાન્‍ડેડ ફૂડ, તેમજ ચટપટ ચાઇનીઝ નુડલ્‍સનનો નમૂનો મીસબ્રાન્‍ડેડ ફૂડ, કુંજલસિંગ સોલની, લાડલી રેસ્‍ટોરન્‍ટ, સર્વે નં.૩૪૭, નંદાવલા, ને.હા. નં.૪૮, પાસેથી લીધેલો ટોમેટો સુપનો નમૂનો સબ સ્‍ટાન્‍ડર્ડ તેમજ જાફરાલી આઇ. મડપીયા, હોટલ સરોવર, ને.હા.નં.૪૮, પીરુ ફળિયા, ધમડાચી પાસેથી લીધેલા સેવ ટોમેટો તેમજ ચના મસાલાના નમૂનાઓ અનસેફ ફૂડ જણાયા હતા. આ દુકાનદારો સામે એફ.એસ.એ. એકટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી કરી ૪૬ (૪)ની નોટીસ આપવામાં આવી છે.
માવજીભાઇ ખીમજી ભાનુશાલી, ક્રિષ્‍ના પ્રોવિઝન સ્‍ટોર્સ, શોપ નં.૬-એ વિંગ, ભાનુસાગર કો.ઓ.હાઉસિંગ સોસાયટી, દેસાઇવાડ, ચણોદ-વાપી પાસેથી લીધેલો જગેરીનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ તેમજ આફતાબ સીદ્દિકી, પાયોનીયર ફૂડ પ્રોડકટ, સેલવાસ રોડ, ચણોદ વાપી પાસેથી લીધેલો પાયોનીયર બ્રાન્‍ડ કાજુ રસ્‍ક પેકનો નમૂનો મીસ બ્રાન્‍ડેડ ફુડ જણાતાં આ બન્ને વેપારીઓ સામે એફ.એસ.એ. એકટ-૨૦૦૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્‍યા છે.

 

રિપોર્ટ : અંકેશ યાદવ, ખેરગામ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!