ઉપલેટા : લાભાર્થીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાનો મહા કેમ્પ રાખવામાં આવ્યો

રાજકોટના ઉપલેટામાં સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઉપલેટા નગરપાલિકા સહયોગથી લાભાર્થીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાનો મહા કેમ્પ રાખવામાં આવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા મધ્યમ પરિવારોને સરકાર માંથી મળતા લાભો તત્કાળ મળી રહે તે હેતુથી લાભાર્થીઓ માટે ઇ શ્રમ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે જેથી હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા ભગવતસિંહ કન્યાશાળા ખાતે તમામ લાભાર્થી લોકોને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર શ્રી દ્વારા હાલ તમામ શહેરોમાં ઇ શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી પુર જોસમાં શરૂ કરી દેવાઈ છે ત્યારે આ ઇ-શ્રમ કાર્ડનો લાભ ઉપલેટામાં પણ તમામ જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક મળી રહે તે હેતુથી ઉપલેટામાં શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉપલેટા નગરપાલિકા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 320 જેટલા લોકોને શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી કરાઈ હતી.
આ કેમ્પમાં હવેલી સાંપ્રદાયિકના મુખ્ય શ્રી મિલન બાવા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા ,ઉપ પ્રમુખ મંજુબેન માકડીયા, રવીભાઈ માકડીયા, રણુભા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા,રધુભા સરવૈયા, વિક્રમસિંહ સોલંકી, તેમજ શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના
જયેશભાઈ ત્રિવેદી,રાજુભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પૈડા,મનુભાઈ બારોટ, તેમજ શહેરના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને સરકારી ગાઈડલાઈન મુજબ તમામ લાભાર્થીઓ ને માસ્ક અને સોસ્યલ ડિસ્ટસને ધ્યાને લઇ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ:-વિપુલ ધામેચા
ઉપલેટા