કોડીનારના બાર એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

કોડીનારના બાર એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
Spread the love

કોડીનારના બાર એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના બાર એસોસિએશનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી જેમા પ્રમુખ તરીકે જેસિંગભાઈ. એ.મેર તેમજ તેમની પેનલ બિન હરીફ ચૂંટાયેલ છે. આજ રોજ બપોરે ૩ કલાકે કોડીનાર બાર એસોસિએશનની મળેલી બેઠકમાં બાર એસોસિએશનના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ફરજ અને કર્તવ્યનિષ્ઠ લોકલાડીલા સદાબહાર જેસિંગભાઈ.એ.મેર, ઉપ પ્રમુખ તરીકે વજુભાઈ.એ.ગોહીલ, સેક્રેટરી તરીકે નિલેશભાઈ પરમાર, જો.સેક્રેટરી માં જેસિંગભાઈ.જી. સોસા, ખજાનચી તરીકે પી.એન.વાંઝા અને લાઈબ્રેરીયન માં જયવત પી.ઝાલાની નિમણુક કરવામાં આવી હતી. કોઈ પણ સંસ્થા અને સંગઠનમાં હોદેદારોની નિમણુક ઈલેકશન દ્વારા કરવામાં આવે છે પણ તેમા પણ સર્વાનુમતે જયારે બિન હરીફ વરણી કરવામાં આવે ત્યારે લોકશાહી દેશમાં દાખલો બેસાડે છે તેમજ આ કોડીનાર બાર એસોશિએશન ની બિન હરીફ વરણીને અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. કાદરી બાપુ દ્વારા પ્રમુખ તેમજ તેમની ટીમને સન્માનિત કરવામાં આવી હતી.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!