મોરબી જિલ્લામાં કોરોના જેટ ગતિએ : મોરબીના 44 કેસો સાથે જીલ્લામાં આજના 51 કેસ
જીલ્લામાં એકટીવ કેસોની સંખ્યાએ બેવડી સદી ફટકારી
મોરબી જીલ્લામાં કોરોનાના પ્રતિદિન નવા કેસો નોંધાઈ રહ્યા હોય જેમાં આજે જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય અને મોરબીના 44 , કેસો સાથે જીલ્લામાં 51 કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં આજે 1449 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 51 કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં 19 અને શહેરી વિસ્તારમાં 25 નવા કેસ નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 3 કેસ, અને ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 2 કેસ નોંધાયો છે . વાંકાનેરમાં શહેરી અને ગ્રામ્ય પંથકમાં 1-1 કેસ
સાથે નવા 51 કેસો સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 207 થયો છે. તો 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી ના 11 અને માળીયા ના 1 દર્દીનો સમાવેશ થાય છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી