” પેટ કરાવે વેઠએ સૂત્રની બોલતી તસ્વીર ડભોઇ નગરમાં

” પેટ કરાવે વેઠએ સૂત્રની બોલતી તસ્વીર ડભોઇ નગરમાં ”
(ડભોઇ નગરમાં પેટ માટે જોખમી કરતબ બતાવી પેટિયું રડતી પુત્રી સાથે લાચાર માતા)
ડભોઇ નગરમાં દોરી પર સાઇકલ ની રિંગ સાથે જોખમી કરતબ દેખાડતી આ યુવતી નું શું ભવિષ્ય …? એ સવાલ નો જવાબ કોઈજ સરકાર પાસે નહિ હોય ત્યારે ભારતમાંથી ગરીબી હટાવોના સૌથી જુના સૂત્રના ધજ્જિયા ઉડાડતી આવી તસવીરોતો વારંવાર જોવા મળે છે .પરંતુ ગરીબી નહિ બલ્કે ગરીબો ને હટાવવા ના પેતરા હોય એમ આજની આ કારમી મોંઘવારી માં માધ્યમ અને ગરીબ વ્યક્તિઓને બે ટંક સરખું ભોજન માટે પણ નસીબ નથી હોતું અને કેટલાય ગરીબો આત્મહત્યા જેવા પગલાં ભરતા એમનું બાકીનું પરિવાર તૂટી જતું હોય છે .ત્યારે આપણા દેશ માં એક પણ બાળક શિક્ષણ થી વંચિત નહિ રહે ના સૂત્રો હાલની પ્રવર્તમાન સરકાર દ્વારા અપાઈ રહ્યા છે.તો હાલની સરકાર અને સરકારના અમુક પ્રતિનિધિઓ માટે આવી તસવીરો લપડાક સમાન કહેવાય જોકે બાળ મજુર માટે પણ કાયદો અમલમાં મુક્યો છે .ત્યારે એનો અમલ ક્યાં અને કેટલો થતો હશે…? શું છે કોઈ બેલી આવી ગરીબ બાળકીઓ કે મહિલાઓ નું…? બાળમજૂરી નો કાયદો એ માત્ર કાગળ ઉપરનો જ છે ? કારણકે નગરમાં મોટાભાગની દુકાનો, લારી ગલ્લા ઉપર નાના નાના ભૂલકાઓ પોતાનું પેટીયાળું ભરવા માટે લાચાર હોયછે.અને તેની લાચારીનો લાભ વેપારીઓ લેતા હોય છે.તો શું તંત્ર પણ બાબતે લાચારછે ? તેવી ચર્ચાઓ નગરમાં ચાલી રહી છે.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756