ડભોઈ માં ખાંસી, શરદી, તાવ, કફના દર્દીઓથી હોસ્પિટલોમાં ભારે ઘસારો

” ડભોઈ નગર અને તાલુકામાં ખાંસી, શરદી, તાવ, કફના દર્દીઓથી હોસ્પિટલોમાં ભારે ઘસારો ”
છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ખાંસી, તાવ અને કફની તકલીફોને લઈને હોસ્પિટલો અને દવાખાનાઓમા સારવાર અને તપાસ અર્થે જતા દર્દીઓની સંખ્યામાં ઘડકંપ વધારો થયો છે. જેમા શહેરના PHC, CHC કેન્દ્રો ઉપર નોંધપાત્ર દર્દીઓ શરદી, ખાંસી, તાવ અને કફની તકલીફોને લઈ આરોગ્યની તપાસ અર્થે લાઇનો લગાવી દેવાઈ હતી.તેવીજ રીતે તાલુકાના PHC, CHC સેન્ટરો ઉપર પણ આજ પ્રમાણેના દ્શ્યો દષ્ટિગોચર થયાં હતા. હાલમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જેના કારણે પણ આ બીમારી એ વેગ પકડી હોય તેમ લાગે છે. પરંતુ શરદી, ખાંસી ,તાવ ,ઉધરસ એ કોરાનાના પ્રથમ લક્ષણો ગણાય માટે આવા લક્ષણોમાં દરેક વ્યક્તિએ તાત્કાલિક સારવાર મેળવી લેવી જોઈએ.હાલ ડભોઇ નગરમાં કેટલા માસ્ક વગર પણ બિંદાસ ફરતા જોવા મળે છે.જેથી આવા લોકોની નિષ્કાળજી ના કારણે તેઓ કોરોના જેવા રોગોને આમંત્રિત કરતા હોય તેમ લાગે છે.તંત્ર પણ આ બાબતે ગંભીરતા લે તેવી ચર્ચાઓ નગરમાં વેગ પકડ્યો છે.કેટલાક સ્થળોએ તો સોશયલ ડિસ્ટસીંગનો પણ અભાવ જોવા મળે છે. ડભોઇ નગરમાં પણ અનેક સ્થળો ઉપર ખાનગી હોસ્પિટલોના ઓપીડીમાં પણ અસંખ્ય દર્દીઓ જોવા મળ્યા હતા. ડભોઇ શહેર-તાલુકામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય એવી દહેશત લોકો માં પ્રવર્તી રહી છે.હાલ ડભોઇ શહેર તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સામે આવી રહી છે.પરંતુ આરોગ્ય વિભાગ હજી આ બાબતે નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ નગરમાં લગભગ ૧૫ જેટલા કેસો પોઝિટિવ છે. તેવીજ રીતે તાલુકામાં પણ ૫ થી ૧૦ કોરોનાના લક્ષણના કેશો સામે આવ્યા છે. તો હાલમાં નગરમાં ચાલતી ચર્ચા મુજબ તંત્રએ કોવિડ સેન્ટર ફરી શરૂ કરવાની મથામણ કરવાની ફરજ પડી હોય એમ લાગે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756