દામનગર પોસ્ટ ઓફિસ ખાતે ઠુંમર ની રજુઆત થી આધારકાર્ડ અપડેટ સુવિધા શરૂ

ધારાસભ્ય ઠુંમર ની સફળ રજુઆત થી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ને પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ અપડેટ સુવિધા કેન્દ્ર મળ્યું
દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી આધાર કાર્ડ નામ સરનેમ સુધારા વધારા પ્રિગર નહિ આવતા હોવા થી અનેકો વડીલો બાળકો ના આધાર કાર્ડ વિના સમસ્યા ભોગવતા હોવા ની સ્થાનિક કક્ષા એથી થયેલ રજૂઆતો ધ્યાને લઇ ધારાસભ્ય વિરજીભઈ ઠુંમર દ્વારા અમરેલી પોસ્ટ સુપ્રીટેન્ડન સહિત સબંધ કરતા વિભાગો માં એક જાન્યુઆરી થી પત્ર વહેવાર કરી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આધાર કાર્ડ અપડેટ સુવિધા શરૂ કરવા રજુઆત કરતા દામનગર પોસ્ટ ઓફિસ ખાતે કોઈ પણ પોસ્ટ કર્મચારી એ મોબાઈલ થી પણ આધારકાર્ડ અપડેટ કરી શકે તેવી રીતે સુવિધા કેન્દ્ર નિયમિત રીતે શરૂ કરવા ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર ની સફળ રજુઆત થી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં આધારકાર્ડ અપડેટ સુવિધા કેન્દ્ર પોસ્ટ ઓફિસ ખાતે શરૂ થતા સ્થાનિક અગ્રણી રામજીભાઈ ઈસામલિયા રફીકભાઈ હુનાણી દેવેન્દ્ર જુઠાણી જીતુભાઇ નારોલા મનીષભાઈ ગાંધી હારૂનભાઈ ફ્રુટવાળા સચિનભાઈ બોખા સહિત ના અગ્રણી ઓએ ધારાસભ્ય ઠુંમર ને કરેલ રજુઆત થી ઠુંમર દ્વારા સબંધ કરતા તંત્ર સમક્ષ સફળ રજુઆત થી ઘણા સમય થી પડતી સમસ્યા નો સુખદ ઉકેલ આવતા આભાર વ્યક્ત કરતા અગ્રણી ઓ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756