સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર દ્વારા પદ્યશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા શુભેચ્છા નો ધોધ

સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર દ્વારા પદ્યશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા શુભેચ્છા નો ધોધ
Spread the love

“સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ” સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર દ્વારા પદ્યશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા હેત ની હવેલી એ શુભેચ્છા નો ધોધ

લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત ઉદારદિલ ઉદ્યોગ રત્ન રિવર મેન સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સન્માન પદ્યશ્રી પુરસ્કાર માટે પસંદગી થયા ના સમાચાર થી અસંખ્ય શુભેચ્છકો હેત ની હવેલી ખાતે આવી પહોંચ્યા લાખો વૃક્ષ ઉછેર કરનાર વૃક્ષ પ્રેમી રિવર મેન ને અભિનંદન પાઠવ્યા હતા તા૨૫/૧/૨૨ ની રાત્રે ટીવી સમાચારો માં સવજીભાઈ ને વિશેષ સેવા બદલ રાષ્ટ્રીય ફલક ઉપર મહામાહિમ રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્યશ્રી પુરસ્કાર મળશે તેવા સમાચાર આવતા ખૂબ ઠંડી હોવા છતાં મોડી રાત્રે હેત ની હવેલી ખાતે સમાજ શ્રેષ્ટિ ઓ યુવાનો સ્વંયમ સેવી રિવર મેન ને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી કાળા ઉનાળે ધોમ ધખતા તાપ માં પોતે ખડે પગે મંદિર બાંધવા સમાંતર જળ મંદિરો નિર્માણ નું કપરું કાદય કરી તાલુકા નું પાણી માટે ભવિષ્ય સુરક્ષિત કરનાર
લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નમૂના રૂપ કાર્ય કરી જળસંસાધન ક્ષેત્રે સ્વનિર્ભર વ્યવસ્થા ઉભી કરી પંચગંગા તીર્થ બનાવી વૃક્ષારોપણ જ નહીં વૃક્ષ ઉછેર માટે અને સ્વચ્છતા અભિયાન જેવી મુહિમો દ્વારા બેનમૂન પર્યટક સ્થળ બનાવી દેનાર સવજીભાઈ ધોળકિયા એ કોઈ પદ પ્રતિષ્ઠા ની અપેક્ષા વગર દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના માટે કરેલ કામ ની નોંધ ભારત સરકાર દ્વારા લેવાય હતી અને સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી પર હિત માટે પરસેવો વહાવી ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થાજો નીર તેવા ઉદાર ભાવે કરેલ સેવા સુગંધી પુષ્પો માફક ફેલાય હતી યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સન્માન થાય ત્યારે સમજાય કે સમાજ માં હકારાત્મકતા ની નોંધ લેવાય છે સવજીભાઈ ધોળકિયા ને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માન ના સમાચાર થી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220126_213301.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!