સુરત વીરતા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ વિરાંજલી અને રકતાંજલી નામનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સુરત વીરતા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ વિરાંજલી અને રકતાંજલી નામનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો “એક દેશ એક ધર્મ એક સેવા”
સુરત ખાતે વીરતા વેલફેર ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
મોટા વરાછા આશાદીપ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પીન્ટલ કાકડીયા દ્વારા બેનમૂન આયોજન જેમાં શ્રદ્ધાંજલિ વિરાંજલી અને રકતાંજલી નામનો ત્રિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં શહીદોને નમન કરી રાષ્ટ્રની સરહદ સાચવતા વીર જવાનોને વંદન કરી રાષ્ટ્રને રક્તની અંજલી આપતો રકતાંજલી એટલે કે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં અમર જવાન ની પ્રતિકૃતિ બનાવી પુષ્પાંજલિ અર્પણ કરી, ભારત-પાકિસ્તાનની આબેહૂબ બોર્ડર બનાવી એક સરહદ નો અહેસાસ કરાવ્યો હતો .
સાથે સાથે રક્તદાન કેમ્પમાં પણ ૧૦૮ થી વધુ બોટલ રક્ત એકત્ર કર્યું હતું.શહેરના મોટાભાગના લોકોએ આ સ્થળની વિઝીટ કરી પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટ કર્યો હતો .આ સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્ટ સરહદ- ૨૦૨૩ અંતર્ગત કરવામાં આવ્યો હતો.વીરતા વેલ્ફેર ટ્રસ્ટ ના સ્વંયમ સેવી યુવાનો નું ઉત્સાહ પ્રેરક બેનમૂન આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756