અમદાવાદ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અનુષ્ઠાન

અમદાવાદ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અનુષ્ઠાન સ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના જન્મદિન ૫ ફેબ્રુઆરી જ્ઞાન પ્રાપ્તિ દિવસ તરીકે ઉજવાશે
અમદાવાદ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અનુષ્ઠાન ભારતીય સંસ્કૃતિમાં કોઈ વિશેષ પ્રયોજન માટે વિશેષ શક્તિનો સંચય કરવા જે વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે જે નવરાત્રી કે અન્ય સમય-પ્રસંગે વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવે છે.મા સરસ્વતી પ્રાગટ્ય અને જ્ઞાનની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ એટલે વસંત પંચમી જે આ વર્ષે તા.૫ ફેબ્રુઆરીએ છે આ દિવસને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જેને ગાયત્રી પરિવાર નારણપુરા શાખા પણ વર્ષોવર્ષથી આ દિવસે ભણતા સૌ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જેમાં વિશેષ ધો.૧૦-૧૨ માં ભણતા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જાહેર કાર્યક્રમમાં આમંત્રિત કરી વિના મૂલ્યે ગાયત્રી યજ્ઞ સાથે વિદ્યારંભ સંસ્કાર, સરસ્વતી યંત્ર,પેન-કલમ પૂજન,સંગીતના વાદ્યોનુ પૂજન કરાવીને વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવ ભયમાંથી મુક્ત રહી ઉજ્જવળ ભવિષ્ય હેતુ અભ્યાસ-પરીક્ષા અંગે ઉત્સાહ પ્રેરણાદાયી સમજ આપી ઉજવે છે પરંતુ આ વર્ષે પણ કોરોનાને લઈ જાહેર કાર્યક્રમનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે વસંત પંચમી દરમ્યાન માઘ માસની ગુપ્ત નવરાત્રિ તા.૨ થી ૧૦ ફેબ્રુઆરીએ આવે છે જેમાં ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા જાહેર સમૂહમાં થતો ગાયત્રી ચાલીસાના પાઠનો કાર્યક્રમ પણ બંધ રાખ્યો છે પરંતુ વ્યક્તિગત રીતે જેઓને અનુકૂળતા હોય તે વિદ્યાર્થીઓના હિતાર્થે તેમજ વિશ્વમાંથી કોરોના નાબુદીની પ્રાર્થના પોતાના ઘરે- સ્થળે નવરાત્રિમાં નવ દિવસ સુધી રોજના ૧૨ ગાયત્રી ચાલીસાનો પાઠ,૨૭ માળાનું ૨૪ હજાર ગાયત્રી મંત્ર જાપનું અનુષ્ઠાન,૨૪૦૦ ગાયત્રી મંત્ર લેખનું કાર્ય કરી શકે છે, વસંત પંચમીએ સાંજે ૫ દિપક પ્રગટાવી દિપયજ્ઞ તથા નિત્ય કે અનુષ્ઠાન પૂર્ણાહુતિ સંક્ષિપ્ત ગાયત્રીયજ્ઞ અને સવા લાખ મંત્ર જાપનું ૪૦ દિવસનું અનુષ્ઠાન પણ તા.૫ ફેબ્રુઆરી વસંત પંચમીથી તા.૧૮ માર્ચ હોળી પૂનમ સુધી કરી શકે છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756