ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતિષ રાવલ(વકીલ) ની વરણી

ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા સતિષ રાવલ(વકીલ) ની વરણી
ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ડભોઇ ના કર્મનિષ્ઠ કાર્યકર સતિષભાઈ રાવલ ની વરણી કરવામાં આવતા ડભોઇ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ માં ખુશી ની લાગણી છવાયી જવા પામી હતી.2007 થી કોંગ્રેસ સાથે જોડાયેલ સતિષભાઈ રાવલ(વકીલ) હંમેશા પાર્ટી ના હિત માટે અગ્રેસર રહ્યા છે.2007 માં યુવા કોંગ્રેસ માં તેઓ મહામંત્રી તરીકે કામગીરી બજાવી ચુક્યા છે.તેમજ 2011 એમ.એસ.યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી ની જી.એસ. ની ચૂંટણી માં સતિષભાઈ એ વિજય મેળવ્યો હતો.તેઓની સારી કામગીરી ને જોતા 2015 માં તેઓના પત્ની પુષ્પા બેન રાવલ ને ડભોઇ વૉર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષે ટીકીટ આપી હતી જ્યાં પણ તેઓ એ જવલંત વિજયી મેળવી કોર્પોરેટર તરીકે સારી કામગીરી કરી હતી.હાલ સતિષભાઈ રાવલ વ્યવસાયે વકીલ છે અને L.L.M સુધી નો અભ્યાસ કરેલ છે.હંમેશા સામાજિક પ્રવૃત્તિ ઓમાં અગ્રેસર રહેનારા સતિષ રાવલ(વકીલ) તેમજ તેઓના પત્ની વર્ષો થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.આજરોજ કોંગ્રેસ પક્ષે તેઓને જવાબદારી સોંપતા ડભોઇ શહેર કોંગ્રેસ ના પ્રમુખ તરીકે તેઓની નિમણૂક કરતા ડભોઇ શહેર કોંગ્રેસ માં નવા પ્રાણ ફૂંકાશે તેવું માનવામાં આવી રહ્યું છે.સતિષ રાવલ ને સંગઠન ની કામગીરી માં માહિર માનવામાં આવે છે અને તેઓની આગેવાની માં કોંગ્રેસ પક્ષ એક મજબૂત સંગઠન તરીકે ઉભરી આવશે તેવી લોકચર્ચા એ વેગ પકડ્યું છે.આજરોજ તેઓની પ્રમુખ તરીકે નિમણૂક થતા પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ ભાઈ પટેલ સહિત ડભોઇ નગરપાલિકા ના કોર્પોરેટરો તેમજ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત માજી પ્રમુખ ડો, જીમિત ઠાકર દ્વારા સતીષભાઈ રાવલ(વકીલ) ને અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756