ડીસા નગરપાલિકાએ કેમેરા લગાવવની કામગીરી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા ડીસા શહેરમાં નગરપાલિકા નાં પ્રમુખ નાં શાસનમાં ખુબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમકે દિવસે ને દિવસે વધી રહેલી લુંટ,ધાડ, અપહરણ,ચોરી જેવી ઘટનાઓ માં કેમેરા ખુબ મદદરૂપ સાબિત થાય છે જે ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ચાલું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જે કોઈ કારણસર બંધ થવા પામ્યા છે જે કેમેરા ફરી કાયૅરત કરવામાં આવશે.
છેલ્લા કેટલાય સમયથી કેટલાંક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંઘ હાલતમાં હોઈ પાલિકા પ્રમુખ દ્વારા કેમેરા ચાલું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેથી ગુનાહિત પ્રવૃતિઓ રોકવામાં મદદરૂપ સાબિત થશે.
જે વિસ્તારમાં કેમેરા બાકી હોય તે વિસ્તારમાં એટલે કે કોન્ટ્રાકટર દ્વારા બગીચા સર્કલ થી જલારામ મંદિર ગાયત્રી મંદીર સહિત શહેરના અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
નગરપાલિકા નાં પ્રમુખ રાજુભાઇ ઠક્કર અને ચીફ ઓફિસર દ્વારા સુંદર કામગીરીથી શહેરજનોમાં ગુનાહીત કેસોમાં થશે ઘટાડો થશે એવું જણાવ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756