પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ની સાફલ્ય ગાથા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ની સાફલ્ય ગાથા
આદિવાસી સગર્ભાને ગર્ભ માં માથા વગર નું બાળક જણાતાં ગર્ભપાત કરાવી મોત ના મુખ માંથી બચાવી
લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા નો સ્ટાફ હંમેશા ચીલાચાલુ હોતા હૈ ચાલતા હે ની માનસિકતા થી આગળ વધી લોકહિત ની જોખમી કામગીરી આપમેળે સ્વીકારી નવી પહેલ કરવા માં અગ્રેસર હોય છે.
આવી જ એક ઘટના માં તાજેતર માં ગ્રામ્ય વિસ્તાર ની અતિ ગરીબ સગર્ભા મહિલાઓ ને જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ મફત સોનોગ્રાફી તપાસ પ્રાઇવેટ ડોકટર પાસે કરાવવા ના કાર્યક્રમ નું આયોજન મેડિકલ ઓફિસર શ્રી ડો.સાગર પરવાડિયા અને આયુષ એમ. ઓ.શ્રી રેખાબેન સરતેજા દ્વારા કરવા માં આવેલ.
આ માટે સરકારી વાહન માં અમરેલી દેવ ડાયગ્નોસિસ ખાતે સોનોગ્રાફી માટે લઈ જતા ત્યાં મતિરાળા વાડી વિસ્તાર ના શારદાબેન વિજયભાઈ ગાવડ નામ ની સગર્ભા મહિલા ના પેટ માં માથા વગર નું બાળક હોવા નું જણાયેલ.આ દર્દી ને ત્રીજી વાર ની સગર્ભાવસ્થા હોવાથી અને પેટ માં બાળક માથા વિનાનું હોવાથી હાઇ રિસ્ક કેટેગરી હતી અને વહેલી તકે તેમનો ગર્ભપાત ન કરવા માં આવે તો માતા અને બાળક બંને માટે ખૂબ જોખમી હતું.જેથી દર્દી ના સગા સ્વજનો ને સમજૂતી આપી ગર્ભપાત માટે સમજાવી રાજકોટ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે સફળાપૂર્વક ગર્ભપાત કરાવવા માં આવેલ અને સમાજ માં એક ખોડ ખાપણ વાળું કે મૃત બાળક આવતું અટકાવી માતા ને મોત ના મુખ માંથી બચવેલ છે.
આ કામગીરી માં ફિમેલ હેલ્થ વર્કર છાયાબેન આદ્રોજા તથા દયાબેન,જયશ્રીબેન, નેહલબેન, કિંજલબેન તથા શોભાબેન ફરજ બજાવ્યા બદલ ગૌરવ અનુભવે છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756