માંડવી: પ્રિમિયર લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ

માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સમાજ દ્વારા પ્રિમિયર લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ.
માંડવી નગરની હરે ક્રિષ્નાઇલેવન ફાઇનલમાં વિજેતા થઈ જ્યારે રનર્સ-અપ તરીકે માં આધ્યા બની
માંગરોળ..દે ગ ડી યા
માંડવી નગરમાં હિન્દુ સમાજ દ્વારા માંડવી નગર પાલિકા ના ગ્રાઉન્ડ પર હિન્દુ પ્રીમિયર લિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર 16 ટીમો અને 300 જેટલા હિન્દુ ખેલાડીઓ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં વડતાલ થી પધારેલ સર્વમંગલ સ્વામી એ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, માંડવી નગરમાં હિન્દુ સમાજદ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરેલ છે, પરંતુએ માંડવી નગર પૂરતું મર્યાદિત રાખવાનું નથી આ માંડવી તાલુકો અને સુરત જિલ્લામાં ક્રિકેટ મધ્યમ થી હિન્દુઓમાં જાગૃતિ આવે તેવા શુભ આશય થી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આપણે આપણી માતૃભૂમિ નું ઋણ કદી પણ અદા કરી શકેએ નહીં પણ આ ભારતમાતા માટે આપણાથી જે કંઈ કરવું ઘટે એ કરવા તત્પર રહેવું જોઈએ. અને આપણી માતાનું ધાવણ કદી પણ લજવા દેવું જોઈએ નહીં. હિન્દૂ સમાજ ને એક કરવા માટે આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ કરીને ખેલાડીઓ નો જુસ્સો વધારવા માટે સીનયર સીટીઝન ની ટીમે પણ ભાગ લીધો હતી.જેની અંદર ફાઇનલ મેચ માં આધ્યા vs હરે ક્રિષ્ના વચ્ચે રમાઈ હતી જેમાં હરેક્રિષ્ના ટીમનો વિજય થયો હતો. વિજેતા થયેલ બંને ટીમોને સ્વામીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ખેલાડીઓને ગીતા તેમજ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેતન્ય સ્વામી વડતાલ તેમજ કેશવ સુંદરશ્યામ સ્વામીઇસ્કોનના એ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
આ હિન્દૂ પ્રિમયર લીગમાં
બેસ્ટ બેટ્સમેન – પ્રીતેશ પટેલ
બેસ્ટ બોલર – હર્ષિલ મિસ્ત્રી
મેન ઓફ ધી સિરીઝ- હર્ષિલ મિસ્ત્રી જાહેર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ નિલય. ચૌહાણ.દેગડીયા માંગરોળ સુરત..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756