જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઇને કલેક્ટર ના અધ્યક્ષસ્લથાને બેઠક યોજાઇ

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઇને આજે કલેક્ટર ના અધ્યક્ષસ્લથાને બેઠક યોજાઇ
ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી મહાશિવરાત્રીનો મેળો યોજાય છે તે અંગે આજે બેઠકમાં સરકારનો નિર્ણય જાહેર થયો
ચાલુ વર્ષે સરકારની કોરોનાની ગાઇડલાઇન મુજબ મેળાના આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક બાદ નિર્ણય જાહેર કરાયો
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે બપોરના ૧૨ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી .ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો યોજાઇ છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાને કારણે મહાશિવરાત્રીના મેળાનું આયોજન છેલ્લા બે વર્ષ દરમિયાન થતું ન હતું. ફક્ત પ્રતીકાત્મક મેળો યોજાતો હતો પરંતુ ચાલુ વર્ષે સરકારની વખતો વખતની કોરોના ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા અંગે તથા આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ચાલુ વર્ષે સરકારની કોરોના ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા તથા આયોજન માટે જૂનાગઢ જિલ્લા કલેકટર અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ ધારાસભ્ય, મેયર,સહિતના પદાધિકારીઓ સાધુ સંતો હિન્દુ સંગઠનના આગેવાનો સેવાભાવી સંસ્થાઓ અને પ્રેસ, મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન સરકારનો નિર્ણય જાહેર કરાયો હતો જૂનાગઢના ભાવિક ભક્તો, સાધુ સંતો, સેવાભાવી સંસ્થાઓ, સાથે વિશાળ જનસમુદાયની, આ બેઠક પર નજર હતી સરકાર દ્વારા લોકોની લાગણીને ધ્યાન માં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે આ મેળો કોરોના કાળના ગ્રહણ બાદ ઐતિહાસિક બની રહેશે તેવી જિલ્લા કલેકટર દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી સાથે સાથે આ ઐતિહાસિક ક્ષણનો કલેકટર તરીકે સાક્ષી બનવાનો પોતાને અવસર મળ્યો છે તે માટે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાની વિવિધ સાખાઓ સફાઈ સમિતિ, પાણી સમિતિ, લાઈટ ડેકોરેશન સમિતિ સહિતની વિવિધ શાખાઓ દ્વારા સમિતિની રચના કરવામાં આવશે ફાયર તેમજ આરોગ્ય વિભાગની ટીમો સતત આ મેળામાં તૈનાત રહેશે જુનાગઢ રેલવે તેમજ એસટી વિભાગને પણ કોરોના guideline ચુસ્ત પાલન સાથે કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી શકે
રિપોર્ટ : રવિન્દ્ર કંસારા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756