સ્વચ્છ ભારત મિશન ગ્રાંટનું ACE મશીન – જેસીબી. લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા દામનગર નગરપાલિકાને મળેલ સ્વચ્છ ભારત મિશન ગ્રાંટનું ACE મશીન – જેસીબી.નું શુક્રવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર દેશમાં સ્વસ્છતા અભિયાન માટે મહા નગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તબક્કાવાર ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.અદ્યતન ટેક્નોલોજીવાળી મશીનરીઓ પણ આપવામાં આવી રહી છે. દામનગર નગરપાલિકા તંત્રને રાજ્ય સરકારે વધુ એક સ્વસ્છ ભારત મિશનની ગ્રાંટમાથી રૂ ૩૦ લાખની કિંમતનું ACE કંપનીનું મશીન – જેસીબી ફાળવવામાં આવતા તા.૧૯-૨ ને શુક્રવારના રોજ પુજન – વિધિ કરી લોકાર્પણ કાર્યક્રમમાં ACE કંપનીના પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ ની હાજરીમાં,નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ તેમજ કાર્યકરો,સફાઈ કામદારો ઉપસ્થિત રહીને સ્વસ્છ અને રળિયામણું દામનગર બને તે માટે સહકાર આપવામાં આવે એવી શુભકામના પાઠવી હતી. રિપોર્ટ અતુલ શુક્લ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756