વાંકાનેરના રાતાવીરડામાં પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ 18 કલાકે કાબુમાં આવી : કરોડોનું નુકશાન

વાંકાનેરના રાતાવીરડામાં પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ 18 કલાકે કાબુમાં આવી : કરોડોનું નુકશાન
Spread the love

અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, રાજકોટના ફાયર ફાયટરો દ્વારા 18 કલાકથી સતત ચલાવાતો પાણીનો મારો : બે શેડ, વેસ્ટ પેપર અને તૈયાર માલ ભસ્મીભૂત

મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલી દિયાન પેપરમિલમાં ગઈકાલે બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં લાગેલી આગ 18 કલાક સુધી સતત પાણીના મારા બાદ આંશિક રીતે કાબુમાં આવી છે પરંતુ સંપૂર્ણપણે આગ ઓલવાતા સાંજ પડે તેમ હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રો અને ફેકટરી માલિકો જણાવી રહ્યા છે. જો કે આગમાં કંપનીને થયેલ નુક્શાનીનો આંક કરોડો ને છતાં હજુ સુધી નુક્શાનીનો કોઈ આક બહાર આવ્યો નથી. બીજી તરફ પ્રચંડ આગ મામલે આજે એફએસએલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવીરડા નજીક આવેલ દિયાન પેપરમિલમાં બપોરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ભયંકર આગ ભભૂકી ઉઠતા પ્રથમ વાંકાનેર અને બાદમાં મોરબીથી ફાયરટીમ બોલાવવામાં આવી હતી. જો કે આગ વિકરાળ બનતા બાદમાં ગોંડલ, રાજકોટ, હળવદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવવામાં આવી હતી. આગ લાગ્યાના 18 કલાક બાદ હવે આગ કાબુમાં આવી હોવાનું મોરબી ફાયર બ્રિગેડએ જણાવ્યું હતું.
બીજી તરફ દિયાન પેપર મિલમાં આગના બનાવ અંગે કંપનીના માલિક મનીષભાઈ કાસુન્દ્રા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે સતત 14 જેટલા ફાયર ફાઈટરથી પાણીનો મારો ચલાવવામાં આવતા હાલ આગ કાબુમાં આવી છે પરંતુ હજુ પણ વેસ્ટ પેપરમાં તળિયે આગ ધૂંધવાતી હોય સાંજ સુધીમાં સંપૂર્ણ પણે આગ કાબુમાં આવી જશે. જો કે હાલના તબક્કે નુક્શાનીનો આંકડો કે તાગ મેળવવો મુશ્કેલ હોવાનું જણાવી તેઓએ બે શેડ અને કાચા પાકો માલ મોટા પ્રમાણમાં ભસ્મીભૂત થયો હોય વ્યાપક નુક્શાનીની આશંકા દર્શાવી હતી. દરમિયાન દિયાન પેપરમિલમાં આગના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે અને આજે એફએસએલ દ્વારા તપાસ કરી આગ લાગવાનું કારણ તપાસવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ તપાસમાં ઝુકાવ્યું હોવાનું જાણવા મળે છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220219_123200-0.jpg IMG_20220219_123229-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!