અમરેલી ના દેવળીયા ૧૦૦% ટકા લોકફાળા થી ૧૦૦% ટેક્નોસેવી નેટવર્ક

અમરેલી ના દેવળીયા ૧૦૦% ટકા લોકફાળા થી ૧૦૦% ટેક્નોસેવી નેટવર્ક CCTV કેમેરા થી સુરક્ષિત કરતા જાગૃત સરપંચ ભાવનાબેન સુખડીયા
અમરેલી ના દેવળીયા ગામ પંચાયત જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા પતિ આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ની દુરંદેશી નાના એવા દેવળીયા ગામેં ટેક્નોસેવી નેટર્વક ઉભું કરી ૧૬ સી.સી. ટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા સમસ્ત દેવળીયા ગ્રામજનો ના આર્થિક ૧૦૦ % સહયોગ થકી ગામ ના વ્યૂહાત્મક સ્થળો એ ૧૬ અલગ અલગ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવા નુ કામગીરી કરવામાં આવી છે (૧) દેવળીયા પંચાયત કચેરી (૨) દેવળીયા પ્રાથમિક શાળા (૩) પીવાના પાણીનો સંપ (૪) દેવળીયા સેવા સહકારી મંડળી શિવાલય (૫) રામજી મંદિર ચોક (૬) બાયપાસ ૧ (૭)બાયપાસ ૨(૮) મહાદેવપરા બાયપાસ (૯) ભીખાભાઈ સાવલીયા ના ધર પાસે (૧૦) પીરના ઓટા સામે પરબ ઉપર (૧૧)ગોખરવાળા ના રસ્તે (૧૨) એન્ટર મેઈન ગેટ (૧૩) સ્વામિનારાયણ મંદિર ચોક (૧૪) જુના દલિત વાસ સાંગાણી ની ડેલી સામે. (૧૫) કોળીવાસ રામજીભાઇ પીપળીયા ના ઘર સામે (૧૬) સુખડિયા પરીવાર ખોડીયાર મદિર( પરીવારના ખર્ચ થી )આજરોજ આ તમામ વિસ્તારોને કવરેજ કરતા કાર્યરત થયેલ છે બીજા વિસ્તારની કામગીરી આગામી દિવસોમાં ફરી હાથ ધરાશે તેમ સરપંચ શ્રી ભાવના નાથાલાલ સુખડિયા દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756