અંગૂઠણ ગામે ઈ શ્રમ અને આયુષ્માન કાર્ડ નોંધણી નો કેમ્પ યોજાયો

ડભોઇ તાલુકાના અંગુઠણ ગામે લાભાર્થીઓ માટે:
“સંત શ્રી રોહીત દાસ જી ની જન્મ જયંતી નિમિત્તે ઈ શ્રમ અને આયુષ્માન કાર્ડ નોંધણી નો કેમ્પ યોજાયો”
ગતરોજ તા. 20/ 2/ 2022 ના દિવસે ડભોઈ તાલુકાના અંગુઠણ ગામે સંત શ્રી રોહિતદાસજી ની જન્મ જયંતી નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ બી.જે.પી એસ.સી મોરચા ના ડો. પ્રદ્યુમન વાજા ના માર્ગદર્શન હેઠળ ગામના જરૂરત મંદ લાભાર્થીઓ માટે ઇ. શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ ની નોંધણી નો કાર્યક્રમ રાખી સંત શ્રી રોહીતદાસજી ની છબીને પુષ્પ અર્પણ કરી તેઓની જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.
જ્યારે આ જન્મ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલ પ્રદેશ ઉપાધ્યક્ષ બી.જે.પી.એસ.સી મોરચાના રાકેશ પરમાર, જિલ્લા મોરચાના પ્રમુખ મણીભાઈ રાણા મહામંત્રી મુકેશભાઈ રોહિત તાલુકાના પ્રમુખ દિનેશભાઈ પટેલ તાલુકા મોરચાના પ્રમુખ વિનોદ સ્વામી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ વિરલ પટેલ જિલ્લા મોરચાના આગેવાનોમાં માધવ રોહિત, વિજય ગોહિલ, ગૌતમ રોહિત, પ્રકાશ રોહિત તેમજ અન્ય આગેવાનો તથા હોદ્દેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756