લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વિનામુલ્યે સેનેટરી પેડ તથા માસ્ક વિતરણ

લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વિનામુલ્યે સેનેટરી પેડ તથા માસ્ક વિતરણ
Spread the love

લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વિનામુલ્યે સેનેટરી પેડ તથા માસ્ક વિતરણ

અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વિનામુલ્યે સેનેટરી પેડ તથા માસ્ક વિતરણ
લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. તેને ભાગ રૂપે મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત અમરેલી શહેરની જૂદી જુદી ગર્લ્સ સ્કૂલ જેમ કે જી.જી.બેન ગર્લ્સ હાઇ સ્કૂલ, એમ. ટી. ગાંધી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, લીલાવતી ગર્લ્સ હાઇસ્કૂલ, મહિલા વિકાસ ગૃહ તથા શહેરના પછાત વિસ્તારોમાં જઈ અંદાજિત ૧૦૦૦૦ ઉપરાંત સેનેટરી નેપકિન (પેડ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તથા મહિલાઓ ના સ્વાસ્થ્ય ને લાગતી મુશ્કેલીઓ ના નિવારણ માટેની સમજણ જિલ્લા પ્રમુખ તથા ક્લબના સદસ્ય શ્રીમતી રેખાબેન મોવલીયા તથા કલબની મહિલા ટિમ દ્વારા આપવામાં આવી હતી.

તેમજ કોરોનાકાળની વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોરોના સામે લડવાના હથિયાર સમા માસ્ક નું જુદી જુદી શાળા તેમજ વિસ્તારમાં જેમ કે જી.જી.બેન ગર્લ્સ હાઇ સ્કૂલ, સેન્ટ મેરી સ્કૂલ, મહિલા વિકાસ ગૃહ વગેરે જગ્યા પર અંદાજિત ૬૫૦૦ ઉપરાંત માસ્ક નું વિનામૂલ્યે વિતરણ કરી કોરોનાથી બચવા તથા સ્વાસ્થ્ય મજબૂત બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ સમગ્ર કર્યક્રમોને સફળ બનાવવા ક્લબના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, મંત્રી વિજય વસાણી, પ્રીતેશ બાબરીયા, વિજયભાઈ ગુંદણીયા, રોહિતભાઈ મહેતા, સમીર કાબરીયા, નેવીલ ધાનાણી તથા સંસ્થાની મહિલા ટિમ કરૂણાબેન કાબરિયા, ઉષાબેન વસાણી, વિલાશબેન કોરાટ, ચેતનાબેન ડેર, કોમલબેન રામાણી, વંદનાબેન સોની, મેઘાબેન વેકરિયા, પરિતાબેન ભેસાણીયા, કાજલબેન રામાણી તથા ક્લબના સભ્યોએ ખૂબ મહેનત કરેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220223-WA0035.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!