દામનગર સિતારામ આશ્રમ ખાતે ત્રીદિવસીય ધર્મોત્સવ નો રંગારંગ નગરયાત્રા સાથે પ્રારંભ કરાયો

દામનગર સિતારામ આશ્રમ ખાતે ત્રીદિવસીય ધર્મોત્સવ નો રંગારંગ નગરયાત્રા સાથે પ્રારંભ કરાયો
તા.૨૫ નગરયાત્રા માં વરિષ્ઠ સંતો સાથે નવનિર્મિત મૂર્તિ ઓએ રાજમાર્ગો પર નગરચર્યા કરી
પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળે પહોંચી
તા.૨૬ ના રોજ સર્વજ્ઞાતિ ૧૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે તા.૨૭ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ નો ભંડારો યોજાશે
મહાવદ ૯ શુક્રવાર નગરયાત્રા મંડપ પ્રવેશ હેમાદ્વિ પ્રયોગ યજ્ઞ સ્થાપિત દેવતા પૂજન જલાધીવાસ સાયમ આરતી યોજાય હતી
તા.૨૬ મહાવદ ૧૦ ને શનિવાર સ્થાપિત દેવ પૂજન મૂર્તિ ન્યાસવિધિ યજ્ઞ વિરામ પ્રધાન દેવ હોમ સ્થાપિત મૂર્તિ અભિષેક સાંજ ની આરતી થશે
અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સવારે ૭-૦૦ કલાકે જાન આગમન ૯-૦૦ કલાકે હસ્ત મેળાપ ૧૧-૩૦ કલાકે મહાપ્રસાદ બપોરે ૨-૩૦ કલાકે કન્યા વિદાય તા.૨૭ વિક્રમ સંવત મહાવદ ૧૧ ને રવિવારે સ્થાપિત દેવ પૂજન અર્ચન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોમ ઉત્તર પૂજન શ્રીફળ હોમ થશે
ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ના ભંડારા પ્રસંગે ધર્મસભા સંતવાણી એમ ત્રિદિવસિ મહોત્સવ માં મહાપ્રસાદ એવમ જંગમી તીર્થંકર સમાં સંતો ના સત્કાર સામૈયા ઉદારદિલ દાતા નું સન્માન ગુજરાત ભર માંથી અનેકો નામી અનામી સંતો જગ્યા ધારી પધારશે
૧૯ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા ભંડારા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ યોજાશે નવદંપતી ઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે
વરિષ્ઠ સંતો એવમ ઉદારદિલ દાતા ભવ્ય અને દિવ્ય ત્રિદિવસીય મહોત્સવ ની રંગારંગ કાર્યક્રમ નું સેવક સમુદાય દ્વારા સુંદર અયોજન કરાયું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756