રાજુલા તાલુકાના વાવેરા ગામે 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો ના ટીપાં પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો

રાજુલા તાલુકાના વાવેરા ગામે 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો ના ટીપાં પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો
2 ટીપા દરેક વાર બાળક ની લઈએ દરકાર…
આજ તા.27.2.2022 ના રોજ થી રાજુલાના વાવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા આજુબાજુના 21 ગામોમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો.
“આઝાદી કા અમૃત” મહોત્સવ નિમિત્તે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવેરા ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર પટેલ સાહેબ તથા આર.સી.એચ.ઓ. ડો.જાટ સાહેબ ના માર્ગદર્શન મુજબ મેડિકલ ઓફિસર ડોક્ટર નમ્રતા બલદાણીયા અને આયુષ મેડીકલ ઓફિસર ડોક્ટર જયકાંત પરમાર તથા તમામ આરોગ્ય સ્ટાફ આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો દ્વારા પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 21 ગામોમાં કુલ 2299 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવેલ.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો,સરપંચશ્રી અશોકભાઈ સાખટ સાપરાજભાઈ ધાખડા ઉપ સરપંચ કાચુબેન બાભણિયા અને રાજકીય આગેવાનોએ ખૂબ જ સહકાર આપેલ.
રિપોર્ટ : વિક્રમ સાખટ રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756