જાફરાબાદ ના બાબરકોટ ગામે જલ સે નલ યોજના કામનું ખાત મુહરત કરવામાં આવ્યું.

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામના તમામ લોકોના વરદ હસ્તે વસમોનું જલ સે નલ યોજના કામનું ખાત મુહરત કરવામાં આવ્યું.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામના ઇતિહાસનું સૌથી મોટા કામનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.
બાબરકોટ ગામે છેલ્લા 5 વર્ષમાં અનેક વિકાસલક્ષી કામો થયાં છે.બાબરકોટ ગામ સૌથી વધુ વિકાસલક્ષી કામો કરવા માટે સમગ્ર જિલ્લામાં જાણીતું છે. આજ રોજ ૨૭/૦૨/૨૦૨૨ ને રવિવારના અગિયારસ ના શુભ દિવસે બાબરકોટ ગામના સૌથી મોટા કામ જલ સે નલ યોજનાનું કામ સાલું કરવામાં આવ્યું છે.
બાબરકોટ ગામના લોકોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા હતી.ખૂબ દૂર દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડતું હતું.આથી ગામના યુવા શિક્ષિત પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં હીરાભાઈ સોલંકી, આર.સી.ફળદ્રુ સાહેબ, અમરીશભાઈ ડેર લઈને માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ગત વર્ષે વાસમો યોજના અંતર્ગત જલ સે નલ યોજનાને બાબરકોટ ગામે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
સરકારશ્રી દ્વારા બાબરકોટ ગામે લોકોને પીવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવા માટે આશરે 2 કરોડ , 30 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ વાસમો યોજના જલ સે નલ યોજનાનું ખાત મુહુરર્ત બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બાબરકોટ ગામના તમામ લોકોના વરદ હસ્તે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આથી ગામના તમામ લોકોએ હાજરી આપી હતી.
તેમજ બાબરકોટ ગ્રામ પંચાયત ના યુવા શિક્ષિત પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ , યુવા સરપંચશ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાંખટ , ઉપસરપંચશ્રી પાંચાભાઈ ભુપતભાઈ સાંખટ , સિનિયર સભ્યશ્રી બીજલભાઈ સાંખટ , સભ્યશ્રી ગોવિંદભાઈ સાંખટ , કાળુભાઇ શિયાળ, મુકેશભાઈ ચાવડા, કાનજીભાઈ શિયાળ , કિરણભાઈ સાંખટ , જીતુભાઇ વાળા , જીકાભાઈ સાંખટ તથા સભ્યશ્રી છનાભાઈ રામભાઈ સાંખટ વગેરે સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ બાબરકોટ ગામના યુવા શિક્ષિત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રમેશભાઈ નનાભાઈ સાંખટ , તાલુકા પંચાયતના સભ્યશ્રીમતિ જશોદાબેન કરશનભાઈ પરમાર,પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રી હરેશભાઇ મકવાણા, તાલુકા ભાજપના યુવા મહામંત્રીશ્રી દિપુભાઈ ધૂંધળવા,પૂર્વ ઉપસરપંચશ્રી પ્રવીણભાઈ બાભણીયા, જાદવભાઈ સાંખટ , ડોક્ટર શ્રી અશોકભાઈ મકવાણા, કનુભાઈ સાંખટ ,રાજુભાઇ સાંખટ , વાલમેન સોંડાભાઈ શિયાળ તથા બાબરકોટ ગામના તમામ મહિલા બહેનો અને બહોળી સંખ્યા મા ગ્રામજનો હાજર રહ્યા હતા.
બાબરકોટ ગામે વર્ષો બાદ પીવાના પાણીની સમસ્યા દૂર થતાં ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સરપંચ શ્રીમતિ કૈલાસબેન તથા સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
રિપોર્ટ અજય વાઘેલા રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756