હોમગાર્ડ યુનિટ ચિતલ દ્વારા ૭૯ માં નેત્રયજ્ઞ નું આયોજન કરાયું

હોમગાર્ડ યુનિટ ચિતલ દ્વારા ૭૯ માં નેત્રયજ્ઞ નું આયોજન કરાયું
રણછોડદાસ હોસ્પિટલ, રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ,ચિત્તલ આયોજિત ૭૯માં નેત્રયજ્ઞનું હોમગાર્ડ યુનિટ,ચિત્તલ દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૨નાં રોજ આયોજન કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ,
અમરેલીનાઓ ઉપસ્થિત રહેલ. પ.પૂ.લાલાનાથજી મહારાજ, (મહંતશ્રી,કાલ ભૈરવ મંદિર, ચિત્તલ)નાઓ એ કેમ્પનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કરેલ.આ તકે શ્રી નરેશ રાજ્યગુરુ (ઑફિસર કમાંડીન્ગ દામનગર હોમગાર્ડ યુનિટ),શ્રી કાર્તિક ભટ્ટ(ઑફિસર કમાંડીન્ગ,
લાઠી હોમગાર્ડ યુનિટ),શ્રી પ્રવીણ સાવજ,(ઑફિસર કમાંડીન્ગ, સા.કું હોમગાર્ડ યુનિટ) અને શરદ સાપરિયા (ઇન્ચાર્જ લીલિયા હોમગાર્ડ યુનિટ) , શ્રી ગુણવંતભાઈ તેરૈયા વગેરે હાજર રહેલ.આ તકે મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર કું.હંસા મકાણી, સ્ટાફ ઑફિસર લીગલ,જીલ્લા હોમગાર્ડ કચેરી,અમરેલીનાં ઓનું શ્રી ઇતેશ મહેતા, પ્રમુખશ્રી,વિદ્યાભારતી ટ્રસ્ટ, ચિત્તલ દ્વારા તથા શ્રી પ્રવીણ ચૌહાણ,ઑફિસર ઇન્ચાર્જ,ચિત્તલ યુનિટનાં ઓનું માન મુખ્ય મંત્રી મેડલ એનાયત પસંદગી થવા બદલ ટ્રસ્ટ, પંચાયત, ચેમ્બર ઓફ કોમર્સ, વિ.હિ.પ., જ્ઞાતિ મંડળ, હોમગાર્ડ સભ્યો, તથા અન્ય સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ.આ કેમ્પ માં આંખના દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવેલ.અને ૩૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરેશ ભાઈ પાથર, ખોડલધામના શ્રી મનુભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિશ્રી લાલભાઈ દેસાઈ, વેપારી મંડળના પ્રમુખશ્રી સુખદેવસિહ સરવૈયા,શ્રી પરેશભાઈ મહેતા, તાલુકા પંચાયતસભ્યશ્રી જે.બી. દેસાઈ , ઉપ સરપંચશ્રી રઘુભાઈ સરવૈયા, શ્રી જયંતીભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશભાઈ રાજ્યગુરૂએ કરેલ.આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખશ્રી ઈતેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવા શ્રી બીપીનભાઈ દવે ,શ્રી હસુભાઈ ડોડીયા, શ્રી સંજયભાઈ લીબાચિયા, શ્રી વિઠ્ઠલભાઈ કથરિયા, શ્રીરાજુભાઈ ધાનાણી, શ્રી વી.ડી.લીબાસિયા, શ્રી છગનભાઈ કાછડીયા, શ્રી રમેશભાઈ સોરઠીયા , શ્રી છગનભાઈ દેસાઈ, શ્રી દિનેશભાઈ મેસીયા,શ્રી દિવ્યેશભાઈ બોદર, શ્રી ખોડાભાઇ ધાંધુકીયા, શ્રી નરેન્દ્રપરી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756