લાખણી:મડાલ આરોગ્ય તંત્ર ની બેદરકારી સામે આવી

લાખણી તાલુકાના મડાલ આરોગ્ય કેન્દ્ર નું ફરી એક વખત ઘોર બેદરકારી સામે આવી છે વેક્સિન આપવામાં ગેરરીતિ કરવામાં આવી હતી.મડાલ ગામે અગાઉ પણ આવાં છબરડા સામે આવ્યા હતાં.
મડાલ ગામ નાં વતની તાલુકા પંચાયત સદસ્ય વેલાભાઈ ચૌધરી નાં માતૃ નું નવ મહિના અગાઉ અવશાન થયાં હોવા છતાં વેકસિનેશન કરી દેતા ચકચાર મચી જવા પામી છે વેલાભાઈ ચૌધરી નાં મોબાઈલ માં રજીસ્ટ્રેશન નો સંદેશ આવતા વેલાભાઈ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી તપાસ કરતા આરોગ્ય કેન્દ્ર માં ચકચાર મચી જવા પામી હતી.મડાલ આરોગ્ય તંત્ર દ્વારા કેટલી કાળજી દાખવી હશે એ જાણવા મળે છે
મડાલ ગામે આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મચારીઓની આવી ગંભીર ભુલો માટે જવાબદાર કોણ તેવાં સવાલ ઉભા થયા છે..
મડાલ આરોગ્ય કેન્દ્ર નાં કમૅચારીઓ દ્વારા આવાં છબરડા કરવા માં આવે છતાં કોણ છાવરે છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે મડાલ ડોક્ટર ને પુછતા એમની જાણકારી બહાર હોવાનું જાણવા મળ્યું હતું એમણે તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
મડાલ આરોગ્ય કેન્દ્ર માં ગેરરીતિ કરનાર વિરુદ્ધ કોઈ કાયૅવાહી થશે કે ફરી આવી ગંભીર ભુલો ની તંત્ર રાહ જોશે એવું પંથક માં ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756