ખાનપર ગામે મંદિરમાં સેવાભાવીને બાંધી માર મારી લૂંટ ચલાવી

ખાખીના અસ્તિત્વ સામે સવાલો ઉઠ્યા
મોરબી શહેર અને જીલ્લામાં પોલીસની કોઈ હાજરી ના હોય તેમ ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે ગઈકાલે વાંકાનેર પંથકમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તો મોરબી તાલુકાના ખાનપર ગામમાં લૂંટારૂ ટોળકીએ મંદિરમાં સેવા કરતા સેવાભાવીને બાંધી માર મારી લૂંટ ચલાવી ફરાર થયા છે ત્યારે પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામમાં આવેલ ગોમ્ટેશ્વર મહાદેવ મંદિરને રાત્રીના લૂંટારૂ ટોળકીએ નિશાન બનાવ્યું હતું મંદિરમાં રાત્રીના સમયે અહી સેવાપૂજા કરતા અને મંદિરમાં જ રહેતા નારાયણભાઈ પર હુમલો કરી દીધો હતો જેમાં ટોળકીના સભ્યોએ નારાયણભાઈના હાથપગ બાંધી દઈને માર મારી રૂમમાં બંધ કરી દીધા હતા અને બાદમાં મહાદેવ મંદિરમાં રહેલા દોઢથી પોણા બે કિલો ચાંદીના આભુષણની ચોરી કરી હતી અને તાજેતરમાં શિવરાત્રી નિમિતે ભક્તોએ ચડાવેલ ચડાવાની દાનની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થયા હતા એક તરફ ચોર અને લૂટારૂઓના હોસલા બુલંદ છે તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠે છે તસ્કરો અને લૂટારૂઓ મનફાવે ત્યારે ત્રાટકીને ચોરી અને લૂંટને અંજામ આપતા હોય છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરે છે કે નહિ તેવી ચર્ચા પણ જોવા મળી છે તો મંદિર તેમજ ઘર ફોડ ચોરીના બનાવોમાં પોલીસ જલ્દી ફરિયાદ પણ ના નોંધતી હોય જેથી ચોર-તસ્કરોના હોસલા બુલંદ જોવા મળે છે હાલ પોલીસની આબરૂના લીરેલીરા લૂટારૂ ટોળકીએ ઉડાડી દીધા છે ત્યારે હવે પોલીસ ફરિયાદ નોંધી ટોળકીને ઝડપી શકશે કે નહિ તે મોટો સવાલ છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756