ડભોઇ મહાદેવ ના મંદિરો માં નંદી ની મૂર્તિ દૂધ પીવા ના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકટોળા જામ્યા

ડભોઇ મહાદેવ ના મંદિરો માં નંદી ની મૂર્તિ દૂધ પીવા ના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકટોળા જામ્યા
જ્યાં શ્રદ્ધા નો વિષય હોય ત્યાં પુરાવા ની શી જરૂર કહેવત ને સાર્થક કરતો કિસ્સો ગતરોજ સમગ્ર દેશ માં જોવા મળ્યો હતો.મહાદેવ ના મંદિરો માં નંદી દૂધ તેમજ પાણી પી રહી છે ની વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા મંદિરો માં ઉમટી પડ્યા હતા.અને નંદી ની મૂર્તિ ને દૂધ પીવડાવવા લાંબી કતારો લાગી હતી.ડભોઇ શહેર ના શિવ મંદિરમાં મહાદેવ તેમજ નંદી પાણી પીતા હોવાની કિસ્સો સામે આવ્યો હતો તેમજ તાલુકાના અન્ય શિવાલય મંદિરમાં નંદી ની મૂર્તિ પાણી પીવે છે જેને લઈ ભક્તો મોટી સંખ્યામાં મહાદેવ ના મંદિરમાં ઉમટી પડ્યા અને ચમચી માં પાણી ભરી નંદી ને પાણી પીવડાવતા નજરે પડયા હતા. આ વાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી સામે આવી નંદીજી પાણી પીતા હોય એવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં જઈને જાતે પાણી પીવડાવ્યું હતું કહેવાય છે ને કે માનો તો શ્રદ્ધા છે એને ના માનો તો અંધશ્રદ્ધા અહીંયા તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ચમત્કારની વાત જે રીતે સામે આવી છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં શિવ મંદિરો પર પહોંચી ગયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756