થરાદ ખાતે હેમાબા ની પ્રથમ પુણ્યતિથિ ની ઉજવણી

વાવ થરાદના પૂર્વ ધારાસભ્ય સ્વ. શ્રી હેમાજી દરઘાજી રાજપૂતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે થરાદ ખાતે મેગા બ્લડ ડોનેશન(રક્તદાન) કેમ્પ તથા થરાદ રેફરલ હોસ્પિટલને અત્યંત આવશ્યક એવા મેડિકલ સાધનો અને એમ્બ્યુલન્સ એમ કુલ ૫૦ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વ.શ્રી હેમાજી રાજપૂત અંતિમ સમય સુધી વાવ-થરાદની પ્રજાની સેવા માટે વરેલા હતા.વાવ-થરાદ તથા આજુબાજુનાં વિસ્તારનાં તમામ લોકો સાથે સીધા સંબંધો ધરાવનાર ધરાતલ નેતા તરીકે તેમની છબી લોકમાનસમાં રહી અને પ્રજાના પ્રશ્નોને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે.એવા લોકનેતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વાવ-થરાદ વિસ્તારના નાગરિકોને આવશ્યક આરોગ્યલક્ષી સુવિધા ઊભી કરીને તેમના લોકોપયોગી કાર્યોને વેગ આપવા સાધનો નાં લોકાપર્ણ કાયૅક્રમ થી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જેમાં 650 જેટલી બ્લડ ની બોટલો સેવા માટે સૌના સાથ સહકાર થી એકઠી થઈ. આ કાર્યક્રમ આશીર્વચન આપવા સંતશ્રી પરમપુજય નિજાનંદ બાપુ (ગોતરકા) પરમપુજય નાગરવાનજી બાપુ (કરબુણ) પરમપુજય રામાલખનજી બાપુ (ચારડા) સહીત સંતો મંહતો ઉપસ્થિત રહ્યા તથા વાવના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર સહીત સરહદી વિસ્તાર ના સૌ આગેવાનો,કાર્યકતાઓ અને ૧૮ આલમના લોકો એ ઉપસ્થિત રહી ને હેમાબાને શ્રધ્ધાજંલી પાઠવી ,કાર્યક્રમ ને સફળ બનાવતા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756