ગાંધીજીના ગુજરાતમાં અઠ્ઠાવન દારૂની દુકાનોને મંજૂરી…..!!!

ગાંધીનગર : ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ ચાલી રહી છે અને પરમીટવાળા દારૂની સાથે-સાથે કરોડો રૂપિયાનો ગેરકાનૂની દારૂ પણ પીવાતો હોય તેમ જણાય છે.
દવાઓની દુકાનોમાં કોરોનાકાળમાં લોકોની લાઈનો જોવા મળતી હતી તેજ રીતે સુરત અમદાવાદ શહેરમાં દારૂની હાટડી ઉપર પણ લાઈનો જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર પાંચ મોટા શહેરોમાં ૭૭ લાખ લિટર પરમીટોવાળો દારૂ ગુજરાતીઓ ઢીંચી ગયા હતાં. માત્ર સુરતમાં જ છેલ્લા બે વર્ષમાં અંદાજીત રૂ. ૧રપ કરોડનો રપ લાખ લીટર દારૂ-બિયર પેટમાં પધરાવી દીધો હતો. જ્યારે મેગા શહેર અમદાવાદમાં ર૦૧ કરોડનો ૪પ લાખ દારૃની ખપત થઈ હતી.
જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લાખો લીટર દારૂ પરમીટથી વેંચાણ થયું હતું. જો કે, ગાંધીનગરના પોરબંદરમાં પ્રવાસીઓની માંગથી એક વેપારીએ દારૂની હાટડીની પરવાનગી માંગી હતી પણ તેને મંજૂર કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં ૯ર.૪પ ટકા બિયર, જ્યારે ૭.પપ ટકા વ્હીસ્કી સ્કોચ વાઈન હતો. જેની સરેરાશ કિંમત જોતા ૪૦૦ રૂપિયા લિટર, વ્હીસ્કી ૩૦૦૦ રૂપિયે લિટર વેંચાઈ રહી છે. એટલે કે, માત્ર સુરતીઓએ ૩૩ મહિનામાં ૧૧પ કરોડનો બિયર અને ૭ર કરોડનો વ્હીસ્કી પેટમાં પધરાવી દીધો છે.
ગાંધીના ગુજરાતમાં પ૮ જેટલી દારૂ ની દુકાન છે. છેલ્લા ચાર વર્ષમાં ૪ શહેરોમાં ૩૧ હજાર દારૂ પીવાની પરવાનગી અપાઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ર૦ર૧ માં ૪૪ર૮, સુરત ૪૧૧૬, વડોદરા ૪૬૮ અને રાજકોટ ૧૪૮ર ને પરમીટ અપાઈ છે.
તબીબી સલાહ મુજબ વિવિધ કારણોમાં પણ વધારો થતા ૧પ જેટલા કારણોમાં ડોક્ટર દારૂ પીવાની છૂટ આપતાં જોવા મળ્યાં છે.
વિધાનસભામાં રજૂ થયેલ આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં ૧,૦પ,૧૩,૧૪૯ લિટર દારૂ પકડાયો છે. જેની અંદાજીત કિંમત ર૩૬.૧૬ કરોડ થવા જાય છે.
જો દૈનિક સરેરાશ જોતાં રોજના ૧૪,૪૦ર લિટર દારૂ પકડાય છે. પરમીટ ધારકોને ચાર થી ૫ાંચ લાખ લિટર દારૂ વેંચાય છે. છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ કુલ ૧,૦૬,૩ર,૦૯૪ બોટલ દારૂ તથા કુલ બિયર ૧ર,ર૦,રપ૮ બોટલ પકડાઈ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756