માંડવી ખાતે નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

માંડવી ખાતે નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
માંડવી ખાતે નિવૃત્ત થતા મહાનુભાવોની કામગીરીને બિરદાવવા સાથે તેમનો વિદાય સમારંભ યોજાયો
માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે માનનીય વિસ્તરણ અધિકારી જશવંતસિંહ ખેર તથા એ.ટીડીઓ હિમાંશુભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.
સમારંભનાં અધ્યક્ષ પીઓ કમ ટીડીઓ વિક્રમસિંહ ભંડારીએ આશીર્વચનો પાઠવ્યા હતાં. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે એ.ટીડીઓ શ્રીમતિ અરૂણાબેન , ટ્રેઝરી ઓફિસર કિરણભાઈ પટેલ, સીડીપીઈઓ ઉન્નતિબેન અને હંસાબેન , એકાઉન્ટ ઓફિસર સુનિલભાઈ , માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાયસિંગભાઈ , તલાટી મંડળ, મિશનમંગલમ ટીમ અને પંચાયત કર્મચારી મિત્રોએ ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મરુવ્રતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓને અંતરિયાળ વિસ્તારનાં લાભાર્થી સુધી પહોંચાડવાની તથા સરકારશ્રીનાં વિવિધ કાર્યક્રમો સફળ બનાવવા ખેર સાહેબે નિષ્ઠાથી કામગીરી બજાવી છે. અમને પણ ખેર સાહેબનું સતત માર્ગદર્શન મળેલ છે. વહીવટમાં એક દરબાર તો જોઈએ જ. આપની ખોટ અમોને જરૂર સાલશે. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ કીર્તિપાલસિંહજીએ કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756