સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા..

સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા..
Spread the love

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા..

11-03-2022 ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાન ને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક પલ્ટી મારી ગઈ.જ્યારે બીજા બનાવમાં માલેગામ શામગહાન માર્ગમાં શોર્ટ સર્કીટનાં પગલે પીકઅપ વાન બળીને ખાખ થઈ ગઈ….. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રક.ન.જી.જે.03.બી.વી.1489 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડ માં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં માલેગામથી શામગહાન વચ્ચેનાં માર્ગમાં શોર્ટ સર્કીટનાં પગલે માલ સામાનનો જથ્થો ભરેલ પીકઅપ વાનમાં આકસ્મિક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આજરોજ સુરતથી માલસામાનનાં બોક્ષ ભરી નાસિક તરફ જઈ રહેલ પીકઅપ વાન જેમાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ નજીક આકસ્મિક આગ લાગતા સ્થળ પર પીકઅપ વાન સહિત માલ સામાનનો જથ્થો બળીને ખાખ થઈ જતા જંગી નુકસાન થયુ હતુ.અહી ઘટના સ્થળે પીકઅપ વાનમાં ભયાનક આગ પ્રસરી જતા ધુમાડાનાં ગોટે ગોટા ઉડતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પીકઅપવાન માંથી ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ મોટી જાન હાની ટળી હતી.માલેગામ નજીક પીકઅપ વાનમાં આકસ્મિક આગ લાગવાનાં બનાવનાં પગલે પીકઅપ વાન સહિત માલ સામાનનો જથ્થો બળીને ખાખ થઈ જતા માલિકને જંગી નુકસાન થયુ હતુ.આ બનાવ બાબતે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

રિપોર્ટ. સંજય ગવળી. ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!