ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા બીજી ડીસ્ટ્રીક્ટ લેવલ એડવાઈઝરી કમિટિની બેઠક મળી

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા બીજી ડીસ્ટ્રીક્ટ લેવલ એડવાઈઝરી કમિટિની બેઠક મળી
ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ધ્વારા બીજી ડીસ્ટ્રીક્ટ લેવલ એડવાઈઝરી કમિટિની બેઠક કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મળી હતી.
બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન ધ્વારા સરકારશ્રીએ સમગ્ર ભારતમાં ઈટ રાઈટ ચેલેન્જ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં ભરૂચ જિલ્લાએ પણ ભાગ લીધેલ તેની અલગ અલગ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી તે અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ પ્રેઝન્ટેશન નિહાળી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન ડેઝીગનેટેડ ઓફિસરશ્રી એ.આર.વલવીએ જણાવ્યું હતું કે, કચેરી ધ્વારા તા.૦૧-૦૧-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ સુધી લાયસન્સ રજીસ્ટ્રેશન કુલ રૂ..૩૬,૬૫,૦૦૦/- ફી અને એડજ્યુડીકેશનનો દંડ રૂ.૩૦,૫૫,૦૦૦/- વસુલ કરવામાં આવેલ છે જેની માહિતી પણ આપી હતી. બેઠકમાં ફૂડસેફ્ટી ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756