માછીમારો દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને રજૂઆત કરવામાં આવી

માછીમારો દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને રજૂઆત કરવામાં આવી, મત્સ્યઉદ્યોગ મંત્રી અને સીએમ સહિતનાઓ એ વહેલી તકે નિરાકરણની ખાતરી આપી
માછીમારોના ડીઝલ ક્વોટામાં વધારો કરી ૨૧ થી ૨૪ ને બદલે ૪૨ થી ૪૫ હજાર કરો
હોડીના કેરોસીન ક્વોટામાં ૧૫૦ થી ૪૫૦ લીટર કરો
અખીલ ભારતીય ફીશરમેન્સ એશોસીએશન ગુજરાત પ્રાંતનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેેેલ એ જણાવ્યું હતું કે , માચ્છીમારોનાં વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે અખીલ ભારતીય માછીમાર એશોસીએશનના પ્રમુખ વેલજીભાઈ મસાણીના અઘ્યક્ષસ્થાને વિવિધ એશોસીએશનોનાં પદાધિકારીઓના પ્રતિનિધિ મંડળની ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ,મત્સ્યોધોગ મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે મીટીંગ મળી હતી . આ મીટીંગમાં ફીશીંગ બોટોના હાલના વાર્ષિક ૨૧૦૦૦ થી ૨૪૦૦૦ ડીઝલનાં વાર્ષિક કવોટામાં વધારો કરીને વાર્ષિક ૪ર૦૦૦ થી ૪૫૦૦૦ સુધીનો કરવા , માછીમારોને પોતાની બોટો માટે ૧૦૦ ટકા સેલ્સટેક્ષ ફ્રી ડીઝલ મળી રહે તે બાબતે , તદૃઉપરાંત OBM ફાઈબર હોડીઓના વપરાશ માટેનાં હાલ માસિક ૧૫૦ લીટર્સ કેરોસીનનાં કવોટામાં વધારો કરીને માસિક ૪૫૦ લીટર્સનો કરવા તેમજ OBM ફાઈબર હોડીઓનાં ઉપયોગ માટેનાં કેરોસીન ઉપર લીટરદીઠ હાલમાં રૂ.રપ રાહત આપવામાં આવે છે તે વધારીને લીટરદીઠ રૂ.૫૦ ની સહાય ચુકવવા સહિતના અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી અને આ તમામ મુદ્દાઓ બાબતે માનનીય સીએમ, નાણાંમંત્રી તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપવાની સાથે સાથે તમામ પડતર પ્રશ્નોનું વહેલામાં વહેલીતકે નિરાકરણ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી .આ મીટીંગમાં અખીલ ભારતીય ફીશરમેન એશોસીએશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજીભાઈ મસાણી, અખીલ ભારતીય ફીશરમેન એશોસીએશનનાં ગુજરાત પ્રાંતનાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલ,પોરબંદર બોટ એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી , ભીંડીયા ખારવા સમાજના રમેશભાઈ ડાલકી ,દામોદરભાઈ ચામુડીયા સહિતના ઉપસ્થિત રહયા હતા .
રિપોર્ટ : પરાગ સંગતાણી,
વેરાવળ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756