સાબરકાંઠા જિલ્લાના ખેલમહાકુંભમાં ૧.૭૪ લાખ ખેલાડીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેલમહાકુંભમાં ૧.૭૪ લાખ ખેલાડીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ખેલમહાકુંભ ને “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આઇકોનિક ઇવેન્ટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. જેમાં ખેલમહાકુંભનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૧૧/૦૩/૨૦૨૨ સુધી ૧,૭૪,૨૭૪ થયેલ છે. સાબરકાંઠા જિલ્લામાં શાળા અને ગ્રામ્યકક્ષા લેવલની સ્પર્ધાઓ તા.૧૪,૧૫ થી તા.૨૬ માર્ચ ૨૦૨૨ સુધી તાલુકાકક્ષાની સ્પર્ધાઓ અને સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ યોજાનાર છે તેમજ તાલુકામાંથી વિજેતા ખેલાડીઓની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા.૦૩ થી તા.૧૨ મે ૨૦૨૨ સુધી યોજાશે. આ સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા મો.૬૩૫૩૨૫૩૯૫૪ પર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756