ડભોઇ ગુડમોર્નિંગ ગ્રુપ દ્વારા નાના બાળકો ને પિચકારી તથા ધાણી ચણા નું વિતરણ

ડભોઇ ગુડમોર્નિંગ ગ્રુપ દ્વારા નાના બાળકો ને પિચકારી તથા ધાણી ચણા નું વિતરણ
આજરોજ ડભોઇ ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા આવતીકાલે હોળી નો તહેવાર હોય તે પ્રસંગે ફૂલવાડી પ્રાથમિક શાળા તેમજ ચાંદોદ કન્યા શાળા નાના બાળકોને હોળી નિમિત્તે ધાણી, ચણા, ખજૂર, અને પિચકારી નું વિતરણ કરવામાં આવ્યું હતું.ડભોઇ ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા દર વર્ષે હોળીના તહેવાર નિમિત્તે ડભોઇ તાલુકા ની પ્રાથમિક શાળાઓ તેમજ કન્યા શાળાઓમાં જરૂરિયાત બાળકોને કીટનું વિતરણ કરતા આવ્યા છે તે જ પ્રમાણે આ વર્ષે પણ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.1 કીટ અંદાજિત 150 રૂપિયા ની હતી જે 100 જેટલી કીટનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુડ મોર્નિંગ ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ પટેલ, ઉપ-પ્રમુખ મીનેશ શાહ, મહામંત્રી નીરવ પટેલ તથા સુરેશ પટેલ તેમજ અનેક ડભોઇ ગુડ મોર્નિંગ ગ્રુપના સભ્યો હાજર રહીને આ શાળાના બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.કીટ ન7 વિતરણ કરવામાં આવતા બાળકો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756