ડભોઇ તાલુકા માં એક જ દિવસમાં બે-બે યુવતીઓની લાશ મળી આવતા હાહાકાર,

ડભોઇ તાલુકા માં એક જ દિવસમાં બે-બે યુવતીઓની લાશ મળી આવતા હાહાકાર,
Spread the love

એક જ દિવસમાં બે-બે યુવતીઓની લાશ મળી આવતા હાહાકાર, યુવતી પર સામૂહિક દુષ્કર્મની થઈ છે ફરિયાદ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં એક જ દિવસમાં બે બે યુવતીઓની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ડભોઇ તાલુકાની બાણજ ગામની ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કરજણના કુરાલી નજીક કેનાલમાંથી મળ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં એક જ દિવસમાં બે બે યુવતીઓની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ડભોઇ તાલુકાની બાણજ ગામની ગુમ થયેલ યુવતીનો મૃતદેહ કરજણના કુરાલી નજીક કેનાલમાંથી મળ્યો છે. કરજણ તાલુકાના કુરાલી નજીક નર્મદા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. કરજણ પોલીસ દ્વારા યુવતીના મૃતદેહની પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી છે. યુવતી પર સામુહિક દુષ્કર્મ થયો હોવાની ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. 3 દિવસથી યુવતી ગુમ હતી. યુવતી ખેતરથી આવતી હતી ત્યારે રિક્ષા ચાલક અને તેના સાગરીત દ્વારા દુષ્કર્મ આચર્યુ. યુવતી મુંબઈ હતી ત્યારે ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડભોઇ પોલીસ દ્વારા રીક્ષા ચાલક અને તેના સાગરીત ને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના ડભોઇ તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી હત્યા કરેલ 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પિતા અને પરીવાર સાથે પિશાઈ રોડ ઉપર આવેલ કૂવા ઉપર રહી ખેત મજૂરી કરતી હતી. ગત બપોરના યુવતી તેની મોટી બહેનને બાથરૂમ જઇ આવું એમ કહી બીજા ખેતર તરફ ગઈ હતી.

યુવતી પરત ન આવતા પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની મોટી બહેન દ્વારા મંડાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં યુવતીને જોતાં પરિવારને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાં મૃત હાલતમાં પડેલ યુવતીનું ગાળામાં ઓઢણીનો ફંડો બનાવી ગળું દબાવી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

જયારે યુવતીના નીચેના વસ્ત્રો ખુલ્લા હોય દુષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે. હાલ પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ તેમજ હત્યા કરનાર અજાણ્યા ઈસમને શોધવા ચક્રો ગતિમાં કર્યા છે. પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220101-WA0007 IMG-20220326-WA0102-1.jpg IMG-20220326-WA0104-0.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!