વડોદરા જિલ્લા કિસાન સંઘ દ્વારા ખેડૂતો ને પૂરતી વીજળી આપવા આવેદનપત્ર

વડોદરા જિલ્લા કિસાન સંઘ દ્વારા પૂરતી વીજળી આપવા આવેદનપત્ર
વડોદરા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીવાડી ના ફીડરો માં પૂરતા કલાક તેમજ પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો પૂરો પાડવા બાબતે એમ.જી.વી.સી.એલ ખાતે આવેદનપત્ર આપ્યું હતું.વડોદરા જિલ્લા માં છેલ્લા કેટલાય સમય થી વીજ ફીડરો માં વીજ પુરવઠો અપૂરતો મળે છે તો ક્યાંક તૂટક તૂટક આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને 2 થી 3 કલાક જ પાવર ઉપયોગી થાય છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલતી હોય ખેતી માં પાણી ની ખૂબ જરૂરિયાત ઉભી થાય તેમ છે.તેવા માં વિજકાપ ના કારણે અપુરતું પાણી મળવાના કારણે ઉભા પાકો સંપૂર્ણ સુકાઈ ગયા છે.જેથી ખેડૂતો ને ખેતી માટે કરેલ ખર્ચ માથે પડી રહ્યો છે.જેનું નિરાકરણ લાવવા ખેડૂતો ને સળંગ 8 કલાક વીજળી પુરી પાડવા અંગે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.ઉપરાંત વિજકાપ ના કારણે જે પાક બળી ગયા છે તેં નુકશાની નું સર્વે કરી વળતર આપવા માંગ કરી છે.ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ખેડૂતો ને નિયમિત વીજ પુરવઠો નહિ મળે તો આગામી દિવસો માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વીજ કચેરી એ ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે.જે અનુસંધાને વડોદરા જિલ્લાના કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ચુનિભાઈ પટેલ,જિલ્લા મંત્રી ઠાકોરભાઈ વ્યાસ,તથા કોસાધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રીપોર્ટ:-ચિરાગ (રાજુ ઘેટી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756