હળવદ :શાળા નંબર-4 હળવદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ

હળવદ :શાળા નંબર-4 હળવદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ
Spread the love

હળવદ :શાળા નંબર-4 હળવદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની અનેરી ઉજવણી થઈ
હળવદ-આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સભામાં સોનગરા હર્ષિદા અને નીલોફર ભટ્ટીએ આરોગ્ય ગીત રજુ કર્યું હતું ત્યારબાદ કોશિયા વત્સલે વોટરમેલન એટલે કે તરબૂચ વિશે અંગ્રેજીમાં ખુબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમજ સોનગરા ધ્રુવેશે કેન્સર રોગ વિશેની અદભુત માહિતી આપી હતી ત્યારબાદ કણઝરીયા બંસી અને ચૌહાણ ધરતીએ આરોગ્યને લગતા સુત્રો બોલાવ્યા હતા. ત્યારબાદ દિન વિશેષની ઉજવણીના માર્ગદર્શક તરીકે જીતેન્દ્રભાઈએ વિશ્વ આરોગ્ય દિવસ વિશે માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પ્રોજેક્ટ કાર્યજેમાં ખાસ કરીને ૬૦ જેટલા રોગો,૬૦ જેટલી ઔષધિય વનસ્પતિઓ તેમજ શરીરના અંગો વિશેના જુદા જુદા પ્રોજેક્ટો કેવી રીતે બનાવવામાં આવ્યા છે તેની માહિતી આપી હતી.શાળાના આચાર્યશ્રી રાજેશભાઈએ જીવનમાં આરોગ્યને લગતી બાબતો વિશે માહિતગાર કર્યા હતા તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના આ કાર્યને બિરદાવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અંત ભાગમાં પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પોતે બનાવેલા સુંદર અને અદભુત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આમ આજના દિવસે વિદ્યાર્થીઓને જુદા જુદા રોગોનો પરિચય ,જુદી જુદી ઔષધીય વનસ્પતિનો પરિચય તેમજ શરીરના અંગોની આરોગ્યલક્ષી માહિતી મેળવી અને વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીમાં એક સુંદર અને તંદુરસ્ત વિશ્વના નિર્માણ માટે આ અભિયાનમાં જોડાઈ અને જાગૃતિ ફેલાવી ધન્યતા અનુભવી સહિયારો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટ – રવી પરીખ હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!