મુઠ્ઠીભર બદામ સાથે આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણની ઉજવણી કરો

મુઠ્ઠીભર બદામ સાથે આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણની ઉજવણી કરો
દર વર્ષે વર્લ્ડ હેલ્થ ડે 7મી એપ્રિલે ઊજવવામાં આવે છે, જે થકી દુનિયાભરના લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ માટે જાગૃતિ વધારવામાં આવે છે. આ દિવસ પાછળનો એજન્ડા માનવી અને પૃથ્વીને આરોગ્યવર્ધક રાખવા અને સ્વાસ્થ્ય કલ્યાણ કેન્દ્રિત સમાજ નિર્માણ કરવા ચળવળને ગતિ આપવા માટે લેવાં જરૂરી તાકીદનાં પગલાં વિશે લોકોનું ધ્યાન દોરવાનો છે.
સ્થૂળતા, ડાયાબીટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જેવી આરોગ્યની વધતી ચિંતાએ દુનિયાને પરેશાન કરી મૂકી છે.
આપણું સામાન્ય આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ સુધારવાની એક રીત ખાવાની શૈલીમાં વિચારપૂર્વક સુધારણા લાવવાની છે. ચરબીયુક્ત, મીઠાશયુક્ત, ફાસ્ટ ફૂડ, પીણાં ટાળવું જોઈએ. આરોગ્યવર્ધક ભોજન અને નાસ્તા આરોગ્યવર્ધક જીવન માટે પ્રથમ પગલું બની શકે છે. તેમાં બદામ ઘણા બધા લાભો સાથે ઉત્તમ દાખલો છે. તે વિટામિન ઈ, કોપર, ઝિંક, ફોલેટ અને આયર્ન પૂરાં પાડે છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને આહારના રેસાનો ઉત્તમ સ્રોત છે.
આરોગ્ય વિશે સામાન્ય મુદ્દાઓ પર બોલતાં મેક્સ હેલ્થકેર- દિલ્હીના ડાયેટેટિક્સનાં રિજનલ હેડ રિતિકા સમદ્દરે જણાવ્યું હતું કે આજે યુવા પેઢી સહિત લોકોમાં ખાસ કરીને કેલરી, ચરબી અને મીઠાવાળાં ખાદ્યોનો ઉપભોગ લોકપ્રિય બની ગયો છે. અતિશય ખાવાની સંસ્કૃતિ પણ લોકપ્રિય બની રહી છે. જોકે આપણે સમજવું જોઈએ કે લાંબે ગાળે તે આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે.
તો ચાલો, આ વર્લ્ડ હેલ્થ ડે પર આરોગ્યવર્ધક ખોરાક અને બદામ જેવા નાસ્તા અપનાવવા સમ ખાઈએ. મહત્ત્વપૂર્ણ પોષકોથી ભરચક મુઠ્ઠીભર બદામ તમારે માટે ભૂખ સંતોષનાર ઉત્તમ નાસ્તો બની શકે છે. ડાયાબીટીસ અને પ્રિડાયાબીટીસ ધરાવતા લોકો પણ રોજ બદામ ખાઈને આરોગ્યવર્ધક આહારના ભાગરૂપે બ્લડ શુગર પર નિયંત્રણ રાખી શકે છે. બદામ ડાયાબીટીસ હોય તેમની કોલેસ્ટરોલ સપાટી સુધારે છે અને આરોગ્યવર્ધક આહારમાં તેનો ઉમેરો કરતાં હૃદયને હાનિ પહોંચાડતા દાહક સોજાની સપાટી પણ ઓછી થાય છે.
અગ્રણી બોલીવૂડની અભિનેત્રી સોહા અલી ખાને જણાવ્યું હતું કે આજનો સમય એવો છે કે આપણા આરોગ્યનું દરેકે ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે. શારીરિક, ભાવનાત્મક અને માનસિક રીતે પણ ધ્યાન રાખવું જોઈએ. આથી બદલાતા સમય સાથે અને આપણા શરીરને આવશ્યક પોષકો પણ મળી રહે તે રીતે આપણે ખાવાની આદતો અને જીવનશૈલી બદલવા જોઈએ. આજે આપણે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આરોગ્યવર્ધક ખાવાનું પગલું લેવું જોઈએ. આહારમાં મુઠ્ઠીભર બદામ જેવા આરોગ્યવર્ધક અને નૈસર્ગિક ખાદ્યો સમાવવા તે ઉત્તમ શરૂઆત છે. સંતુલિત આહાર બાબતે કાળજી રાખવાથી આપણે સક્રિય રહી શકીએ અને આપણો કાયાકલ્પ થાય છે. તમારા પોતાના અને તમારા પરિવારના સ્વાસ્થ્ય કલ્યાણની ખાતરી રાખવા માટે આ પ્રથમ પગલું છે.
નામાંકિત ફિટનેસ અને સેલિબ્રિટી ઈસ્ટ્રક્ટર યાસ્મિન કરાચીવાલાએ જણાવ્યું હતું કે નિયમિત કસરત અને પોષક આહાર આરોગ્યવર્ધક જીવનશૈલીની ચાવી છે. આ વર્લ્ડ હેલ્થ ડે પર હું દરેકને તેમના આરોગ્યને વધુ ગંભીરતાથી લેવા માટે અનુરોધ કરું છું. આપણા રોજના નિત્યક્રમમાં કસરત ઉમેરવાથી ઉત્તમ જીવનશૈલી જાળવવામાં મદદ થાય છે. બિનઆરોગ્યવર્ધક ખાવાનું ટાળવું તે પણ મહત્ત્વપૂર્ણ છે. આવા ખાદ્યપદાર્થ માટે બદામ ઉત્તમ પૂરક બની શકે છે. બદામ પોષકો અને રેસાથી સમૃદ્ધ છે. તે ઊર્જાનો ઉત્તમ સ્રોત છે અને તે રોજ ખાવાથી દિવસભરમાં પરિપૂર્ણ અને ઊર્જાત્મક અહેસાસ થાય છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756